શોધખોળ કરો
Advertisement
જનતાને આપેલા વચનો નથી કર્યા પૂરા, મોદી હવે ક્યારેય ચૂંટણી નહીં જીતે: અશોક ગહલોત
નવી દિલ્હી: કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગહલો દાવો કર્યો છે કે મોદી હવે ક્યારેય બીજી વખત ચૂંટણી નહીં જીતે. ગહલોતે બુધવારે કહ્યું ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગર્વ હોવો જોઈએ કે તે જે ખુરશી પર બેઠા છે તેના પર ક્યારેક પંડિત જવાહરલાલ નેહરુ બેસતા હતા.’ અશોક ગહલોતે
કટોકટીને લઇને ભાજપ પર પલટવાર કરતા કહ્યું સારુ છે મોદી આ રીતે અમારી પબ્લિસિટી કરી રહ્યા છે. સાથે તે શ્રેષ્ઠ યોજનાઓનો પણ ઉલ્લેખ કરતાં કે જેની શરૂઆત ઇન્દિરા ગાંધીએ કરી હતી તો વધારે સારુ રહેતું.
ગહલોતે કહ્યું દેશ સામે જૂઠાણુ સામે આવી ગયું છે, હવે મોદી આગામી ચૂંટણી નહીં જીતી શકે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વસુંધરા રાજે પીએમ મોદીને વારંવાર રાજસ્થાન બોલાવીને બેઈજ્જત કરી રહ્યા છે.
ગહલોતે કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા ગાંધી પરિવાર પર લગાવેલા આરોપ પર પણ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું, ભાજપ ગાંધી પરિવાર પર પાયાવિહોણા આરોપ લગાવી રહી છે. તેઓને ખબર હોવી જોઈએ કે ગાંધી પરિવાર ત્રીસ વર્ષથી કોઈ પણ બંધારણીય પદ પર નથી. તેમણે કહ્યું ભાજપ ખોટા વાયદા કરીને ભારે બહુમતથી સત્તામાં આવી છે પરંતું પ્રજાના વાયદા હજુ પૂરા કર્યા નથી જેનો જવાબ જનતા આગામી ચૂંટણીમાં આવશે.
ગહલોતે મુખ્યમંત્રી વસુંધરા રાજેને સલાહ આપતા કહ્યું કે તેઓ પુરસ્કાર લેવા માટે મુખ્યમંત્રીની ખુરશીની ગરિમાનું ધ્યાન રાખે. તેમણે પ્રદેશમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાઓ, બગડેલી કાયદા વ્યવસ્થા, રિફાઇનરી, ખેડૂતોની લોન માફીને લઇને રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું વર્તમાન સરકારના શાસનમાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ કલંક રાજસ્થાન પર પ્રથમવાર લાગ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion