શોધખોળ કરો
Advertisement
અશોક ગેહલોતે લીધા રાજસ્થાનના મુખ્યમંત્રી પદના શપથ, અનેક વિપક્ષ નેતા રહ્યા હાજર
નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા અશોક ગેહલોતે રાજસ્થાનના 22માં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. જ્યારે સચિન પાયલટે ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. શપથ સમારોહમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુ, દ્રુમક પ્રમુખ સ્ટાલિન, આરજેડી નેતા તેજસ્વી યાદવ, રાકાંપા પ્રમુખ શરદ પવાર, જેડીએસના એચપી ગૌડા અને તેમના દીકરા, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી પણ શપથ સમારોહમાં હાજર રહ્યા હતા. રાજ્યના મંત્રીમંડળના શપથ ગ્રહણ નામ નક્કી થયા બાદ થશે.
આ શપથગ્રહણ સમારોહમાં 2019 અગાઉ કોગ્રેસનું શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. વિપક્ષના તમામ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ સમારોહમાં ઉત્તરપ્રદેશના નેતા અખિલેશ યાદવ અને માયાવતી હાજર ન રહેતા મહાગઠબંધન પર સવાલ ઉઠી રહ્યા છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલ સાંજે સાડા ચાર વાગ્યે શપથ લેશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ બઘેલ જ એકલા શપથ લેશે. મંત્રીમંડળના અન્ય સભ્યોના શપથ બાદમાં થશે. કોગ્રેસે છત્તીસગઢમાં ભારે બહુમતી સાથે વાપસી કરી છે. ભારે મનોમંથન બાદ ભૂપેશ બઘેલના નામની પસંદગી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement