Assam ABP CVoter Exit Poll Results 2021: આસામમાં BJP બીજી વખત બનાવશે સરકાર કે કૉંગ્રેસને મળશે સત્તા ? જાણો
એબીપી ન્યૂઝ માટે સી વોટરે સર્વે કર્યો છે. એક્ઝિટ પોલમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી કે ભાજપ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં સત્તા પર પરત ફરશે કે પાંચ વર્ષ બાદ કૉંગ્રેસની વાપસી થશે.
ABP News C Voter Exit Poll 2021: કોરોના કહેર વચ્ચે આજથી ત્રણ દિવસ બાદ આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામથી જાહેરાત થશે. આ પહેલા એબીપી ન્યૂઝ માટે સી વોટરે સર્વે કર્યો છે. એક્ઝિટ પોલમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી કે ભાજપ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં સત્તા પર પરત ફરશે કે પાંચ વર્ષ બાદ કૉંગ્રેસની વાપસી થશે.
ABP News C Voter ના એક્ઝિટ પોલ મુજબ, કુલ 126 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 58-71 બેઠકો મળવાનું અનુમાન છે. કૉંગ્રેસ ગઠબંધનને 53-66 બેઠકો મળવાની શક્યતા છે. રાજ્યમાં કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 64 બેઠકોની જરુર છે. રાજ્યમાં કૉંગ્રેસ-BJP વચ્ચે કાંટે કી ટક્કર થાય તેવું લાગી રહ્યું છે.
આસામ એક્ઝિટ પોલ
કોને કેટલી બેઠકો ?
ભાજપ ગઠબંધન- 58-71
કૉંગ્રેસ ગઠબંધન 53-66
અન્ય- 0-5
2016 ની વિધાનસભા ચૂંટણીમાં બીપીએફએ ભાજપ અને આસામ ગણ પરિષદ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. આ વખતની ચૂંટણીમાં બોડોલેન્ડ પીપુલ્સ ફ્રંટે કૉંગ્રેસ અને બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયૂડીએફ સાથે ગઠબંધન કર્યું છે. ભાજપે આ વખતે એજીપી અને યૂનાઈટેડ પીપુલ્સ પાર્ટી લિબરલ સાથે લડી ચૂંટણી લડ્યું છે.
રાજ્યવાર આંકડા
પશ્ચિમ બંગાળ-292
કોને કેટલી બેઠકો?
ટીએમસી- 152 થી 165
ભાજપ- 109 થી 121 બેઠકો
કૉંગ્રેસ+લેફ્ટ- 14 થી 25 બેઠકો
અન્ય- 0 થી 2 બેઠકો
વોટ શેર
ટીએમસી- 42.1 ટકા
ભાજપ- 39.9 ટકા
કૉંગ્રેસ+લેફ્ટ- 15.4 ટકા
અન્ય- 3.3 ટકા
સર્વેના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસીની સરકાર બની રહી છે. ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે નુકસાન થશે.
આસામ - 126
કોને કેટલી બેઠકો?
ભાજપ ગઠબંધન- 58-71
કૉંગ્રેસ ગઠબંધન- 53-66
અન્ય- 0-5
વોટ શેર
ભાજપ + 42.9 ટકા
કૉંગ્રેસ+ 48.8 ટકા
અન્ય - 8.3 ટકા
એક્ઝિટ પોલના આંકડા મુજબ, આસામમાં ફરી એક વખત એનડીએની સરકાર બની રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 63 છે. એનડીએને 58થી 71 બેઠકો મળી શકે છે.
કેરલ - 140
કોને કેટલી બેઠકો ?
એલડીએફ- 71 થી 77 બેઠકો
યૂડીએફ- 62 થી 68 બેઠકો
ભાજપ- 0 થી 2 બેઠકો
અન્ય- 0 બેઠક
વોટ શેર
એલડીએફ- 42.8%
યૂડીએફ- 41.4%
ભાજપ- 13.7%
અન્ય- 2.1%
કેરલમાં કુલ 140 વિધાનસભા બેઠકો છે અહીં બહુમતનો આંકડો 71 બેઠકો છે. એક્ઝિટ પોલના પરિણામ મુજબ ફરી એક વખત લેફ્ટ ગઠબંધન સત્તામાં આવે તેવુ અનુમાન છે.
પુડ્ડુચેરી- 30 બેઠકો
કોને કેટલી બેઠકો
યૂપીએ - 6 થી 10
એનડીએ (AINRC+BJP+AIADMK)- 19 से 23
અન્ય- 1 થી 2
વોટ શેર
એનડીએ (AINRC+BJP+AIADMK)- 47.1%
યૂપીએ (કૉંગ્રેસ+DMK)- 34.2%
અન્ય- 18.7%
પુડ્ડુચેરીમાં એનડીએ ગઠબંધન જીત મેળવી શકે છે. અહીં 30 બેઠકો માટે એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થયું હતું. રાજ્યમાં બહુમત માટે 17 બેઠકોની જરુર છે.
તમિલનાડુ-234
કોને કેટલી બેઠકો ?
યૂપીએ (DMK+કૉંગ્રેસ+અન્ય)- 160 થી 172
એનડીએ (AIADMK+BJP+અન્ય)- 58 થી 70
એએમએમકે- 0 થી 4
એમએનએમ- 0 થી 2
અન્ય- 0 થી 4
વોટ શેર
યૂપીએ- 46.7 ટકા
એનડીએ- 35 ટકા
એમએમએન- 4.1 ટકા
એએમએમકે- 3.8 ટકા
અન્ય- 10.4 ટકા
તમિલનાડુમાં કૉંગ્રેસ-DMK સરકાર બનાવે તેવુ અનુમાન છે. આ ગઠબંધનને 160-172 બેઠકો મળે તેવી શક્યતા છે. BJP-એઆઈડીએમકે ગઠબંધનને મોટું નુકશાન થાય તેવું લાગી રહ્યું છે. ભાજપ-એઆઈડીએમકે ગઠબંધનને એક્ઝિટ પોલમાં 58-70 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને 0-7 બેઠકો મળી શકે છે.