શોધખોળ કરો
Advertisement
અટલ ભૂજલ યોજના લૉન્ચઃ પીએમ મોદી બોલ્યા- પાણીનો પ્રશ્ન મહત્વનો, જાણો કયા-કયા રાજ્યોને મળશે લાભ
અટલ ભૂજલ યોજનામાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સામેલ છે. કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ 8,350 ગામડાઓને મળશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જંયતિ પ્રસંગે 'અટલ ભૂજલ યોજના'ની શરૂઆત કરી છે. આ યોજના માટે સરકારે 6 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
અટલ ભૂજલ યોજનાનો લાભ છ રાજ્યોને મળશે. અટલ ભૂજલ યોજનામાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સામેલ છે. કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ 8,350 ગામડાઓને મળશે.
આ યોજના લૉન્ચ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ''પાણીનો વિષય અટલજી માટે ખુબ મહત્વનો હતો, તેમના ઉદેશ્યના એકદમ નજીક હતો. અટલ જલ યોજના હોય કે પછી જલ જીવન મિશન સાથે જોડાયેલી ગાઇડલાન્સ. આ 2024 સુધી દેશના દરેક ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ સિદ્ધ કરવાનુ મોટુ પગલુ છે.''
તેમને કહ્યું- પાણીનુ આ સંકટ એક પરિવારના રૂપમાં છે, એક નાગરિકના રૂપમાં અમારા માટે ચિંતાજનક તો છે જ, પણ દેશના રૂપમાં પણ વિકાસને પ્રભાવિત કરે છે.
આ યોજના સાત રાજ્યોમાં પાંચ વર્ષની અવધિમાં લાગુ થશે, આ અંતર્ગત 8350 ગામડાઓને આવરી લેવાશે. આ 6000 કરોડ રૂપિયાની યોજના છે, જેના માટે 3000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને 3000 કરોડ રૂપિયા વિશ્વ બેન્ક આપશે.
અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણીના યોગ્ય ઉપયોગ, જલ સુરક્ષા અને ઉપયુક્ત જલ બજેટ પર વધુ જોર આપવામાં આવશે. આનુ લક્ષ્ય વધારે ભૂજલ વાળા રાજ્યો ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સામુદાયિક હિસ્સેદારીની સાથે ટકાઉ ભૂજલ પ્રબંધન કરવાનુ છે. નાણા સમિતી પહેલા જ અટલ ભૂજલ યોજનાની અનુમંશા કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion