Attack on CM Nitish Kumar: બખ્તિયારપુરમાં સીએમ નીતિશ કુમાર પર થયો હુમલો, જુઓ વિડીયો
Attack on CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર પ્રહાર હુમલો કરવામાં આવ્યો છે. બખ્તિયારપુરમાં એક યુવકે તેમના પર હુમલો કર્યો હતો.
Patna, Bihar : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. પટનાના બખ્તિયારપુરમાં એક યુવકે તેમને મુક્કો માર્યો. જોકે, સીએમને કોઈ ઈજા થઈ નથી. હાલ પોલીસે યુવકની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી એક ખાનગી કાર્યક્રમ હેઠળ બખ્તિયારપુર ગયા હતા, ત્યાં આ ઘટના ઘટી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ બાદ બિહાર પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ એક ખાનગી કાર્યક્રમમાં બખ્તિયારપુરમાં પ્રતિમા પર પુષ્પાંજલિ આપવા જઈ રહ્યા હતા.
સીએમ નીતિશ કુમાર પર યુવકે કરેલા હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ છે. નીતિશ કુમાર એક પ્રતિમા પર પુષ્પો અને હાર ચડાવવા જય રહ્યા છે અને આ યુવકે પાછળથી આવી તેમની એકદમ નજીક જઈને એમને મુક્કો માર્યો. હુમલાની આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જુઓ આ વિડીયો
अब देखिए मुक्का वाला LIVE वीडियो... शख्स कैसे आया और पीछे से कर दिया हमला ! एक शख्स आराम से आ रहा है और बेधड़क होकर जहां CM माल्यार्पण कर रहे हैं उस स्थान पर पहुंच जाता है... फिर क्या... आगे VIDEO देखें. pic.twitter.com/dEr8PF2xJr
— Prakash Kumar (@kumarprakash4u) March 27, 2022
અગાઉ પણ થયો હતો હુમલો
આ પહેલા પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો થયો હોવાનું જાણવા મળે છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020 દરમિયાન મધુબનીમાં યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન દર્શકોમાં હાજર વ્યક્તિએ સીએમ નીતિશ પર ડુંગળી અને ઈંટો વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન સ્ટેજ પર હાજર સીએમના સિક્યુરીટી ગાર્ડે મુખ્યમંત્રીની સુરક્ષા કરી હતી.