શોધખોળ કરો
Ayodhya case: સુપ્રીમ કોર્ટમાં નકશાની કોપી ફાડનારા વકીલ રાજીવ ધવન કોણ છે ? જાણો
રાજીવ ધવન સુપ્રીમ કોર્ટમાં સીનિયર વકીલ છે. રાજીવના પિતા શાંતિ સ્વરૂપ ધવન ન્યાયાધીશ, યુકેમાં ભારતના રાજદૂત, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને લૉ કમિશનના સભ્ય રહી ચુક્યા છે.
નવી દિલ્હીઃ અયોધ્યા કેસની સુનાવણી પુરી થઈ ગઈ છે અને કોર્ટે ફેંસલો સુરક્ષિત રાક્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બેંચ સામે તમામ પક્ષકારોએ દલીલ કરી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનની ઘણી ચર્ચા થઈ. તેમણે સુપ્રીમ કોર્ટમાં નકશાની કોપી ફાડી નાંખી હતી.
રાજીવ ધવન સુપ્રીમ કોર્ટમાં સીનિયર વકીલ છે. રાજીવના પિતા શાંતિ સ્વરૂપ ધવન ન્યાયાધીશ, યુકેમાં ભારતના રાજદૂત, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને લૉ કમિશનના સભ્ય રહી ચુક્યા છે. રાજીવે અલાહાબાદ અને નૈનીતાલથી પ્રાથમિક અભ્યાસ કર્યો છે.
જે બાદ તેમણે અલાહાબાદ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને લંડન યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેઓ ઈન્ડિયન લૉ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. 1992માં મંડલ અને બાદમાં 1994માં અયોધ્યા મામલે તેમની દલીલોથી પ્રભાવિત થઈને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ બનાવવામાં આવ્યા હતા.
અખિલ ભારતીય હિંદુ મહાસભાના વકીલ વિકાસ સિંહની સુનાવણી દરમિયાન એક પુસ્તકનો ઉલ્લેખ કરવા માંગતા હતા. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તે રેકોર્ડને હિસ્સો નહીં બનાવવાનો વિરોધ કર્યો. જે બાદ સિંહે એક નકશો રજૂ કર્યો. ધવન તેનો પણ વિરોધ કરતાં હિંદુ મહાસભાના વકીલ તરફથી આપવામાં આવેલી નકશાની કોપી ફાડી નાંખી. કિશોર કુણાલના પુસ્તક ‘અયોધ્યા રિવિઝિટેડ’ના નકશાના બીજા દસ્તાવેજો સાથે મેળવીને હિંદુ મહાસભાના વકીલ વિકાસ સિંહ તેમની વાત રાખવા માંગતા હતા. પરંતુ ધવને પુસ્તકને રેકોર્ડનો હિસ્સો ન ગણાવ્યો અને આ કારણે તેઓ ભડક્યા હતા.
મુંબઈના બેટ્સમેને રચ્ચો ઈતિહાસ, લિસ્ટ A કરિયરમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બન્યો, જાણો વિગતે
ધંધુકાઃ કૂતરાને બચાવવા જતાં બુલેટ ST સાથે અથડાયું, અમદાવાદથી અમરેલી જતાં બે યુવાનોના મોત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement