શોધખોળ કરો
બીજેપી નેતાનો દાવો- આઝમખાન સમાજવાદી પાર્ટી છોડી બસપામાં જોડાશે, માયાવતી સાથે કરી ચૂક્યા છે મુલાકાત

નવી દિલ્લી: સમાજવાદી પાર્ટી (સપા)ને ‘ડૂબતા જહાજ’ ગણાવનાર નિવેદન પર સપા નેતા આજમ ખાન ઘેરાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ નેતા આઈપી સિંહે મંગળવારે (30 ઓગસ્ટ) દાવો કર્યો કે આજમ ખાન જલ્દીથી સમાજવાદી પાર્ટી છોડીને બહુજન પાર્ટીમાં ચાલ્યા જશે. આટલુ જ નહીં આઈપી સિંહે એક ચેનલ સાથેની વાતચીત કરતાં કહ્યું કે એના માટે આજમ ખાન બે વખત બહુજન પાર્ટીની પ્રમુખ માયાવતી સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે. એક અંગ્રેજી વેબસાઈટના મતે, આઈપી સિંહે કહ્યું, ‘ પોતાના નિવેદનથી આજમ ખાને પોતાના આવનાર સમયની સ્થિતિ સ્પષ્ટ કરી નાંખી છે. તેમને મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને સુધરવાની ચેતવણી પણ આપી દીધી છે.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આજમ ખાનને એક પત્રકારના સવાલ પર સમાજવાદી પાર્ટીની તુલના ડૂબતા જહાજ સાથે કરી દીધી હતી. પોતાના નિવેદનમાં આજમે કહ્યું હતું કે, ‘જ્યારે ઉંદરોને લાગે છે કે જહાજ ડૂબનાર છે અથવા તેમાં કોઈ કાણું પડી ગયું છે તો તેઓ સૌથી પહેલા ભાગે છે. એવી રીતે પાર્ટીમાં જે લોકોને ટિકિટ નથી મળી તેઓ ભાગી રહ્યા છે.’ જો કે, એક પત્રકારે પાર્ટી છોડી રહેલા નેતાઓ વિશે સવાલ કર્યા હતા. તેના જવાબમાં આજમે આ જવાબ આપ્યો હતો. પરંતુ બાદમાં આજમ ખાને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેમનો મતલબ એવો હતો કે જે લોકોને 2017માં થનાર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીથી ટિકિટ મળવાની આશા નથી, તેવા લોકો પાર્ટી છોડી શકે છે.
વધુ વાંચો
Advertisement





















