Bangladesh Crisis: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાને લઇ પ્રિયંકા ગાંધીનું પહેલું રિએક્શન, જાણો શું કહ્યું
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અસ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલા અને અત્યાચારને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે
![Bangladesh Crisis: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાને લઇ પ્રિયંકા ગાંધીનું પહેલું રિએક્શન, જાણો શું કહ્યું Bangladesh Crisis Political Reactions News priyanka gandhi first reaction raises issue of atrocities against hindus and other religious minorities in bangladesh Bangladesh Crisis: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાને લઇ પ્રિયંકા ગાંધીનું પહેલું રિએક્શન, જાણો શું કહ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/12/74eeb7f2fe82252e16e0c4728bed4cf7172346727170477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અસ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલા અને અત્યાચારને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સોમવાર (12 ઓગસ્ટ)ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પૉસ્ટ કરતી વખતે પ્રિયંકા ગાંધીએ લખ્યું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલાના સમાચાર ચિંતાજનક છે.
તેમણે કહ્યું કે ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે ભેદભાવ, હિંસા અને હુમલા કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે અને ત્યાંની નવી ચૂંટાયેલી સરકાર હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મોને અનુસરતા લોકોની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરશે.
બાંગ્લાદેશમાં હિન્દુઓનું હિંસા વિરૂદ્ધ પ્રદર્શન
અવામી લીગના નેતા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ અને દક્ષિણ એશિયાઈ દેશમાં અનામત મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ચિંતિત છે. રવિવારે હિંદુ સમુદાયના લોકો બંદરીય શહેર ચિત્તાગોંગમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના જીવન, સંપત્તિ અને પૂજા સ્થાનોની સુરક્ષાની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે 'બાંગ્લાદેશ અમારી માતૃભૂમિ છે અને અમે ક્યાંય જઈશું નહીં.'
સંયુક્ત રાષ્ટ્રે પણ આપ્યુ ધ્યાન
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વ્યાપક અને લક્ષિત હિંસાના અહેવાલો હતા, જેની સંયુક્ત રાષ્ટ્રએ પણ નોંધ લીધી છે અને મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની બાંગ્લાદેશી સરકારને લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી યુનુસે પણ લઘુમતી સમુદાયો પરના હુમલાની નિંદા કરી છે અને તેમને "જઘન્ય" ગણાવ્યા છે.
નોબેલ પુરસ્કાર વિજેતાએ તાજેતરમાં બાંગ્લાદેશની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કહ્યું, "શું તેઓ આ દેશના લોકો નથી? તમે (વિદ્યાર્થીઓ) આ દેશને બચાવવા માટે સક્ષમ છો; શું તમે કેટલાક પરિવારોને બચાવી શકતા નથી? તેઓ મારા ભાઈઓ છે. અમે સાથે મળીને લડ્યા છીએ, અને અમે સાથે રહીશું."
આ પણ વાંચો -
શું રોહિત અને વિરાટે માની BCCIની વાત? વર્ષો પછી આ સ્થાનિક ટુનામેન્ટમાં રમશે બંન્ને ક્રિકેટરો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)