શોધખોળ કરો
કોરોના રસી લીધા બાદ તમારે શું કરવાનું રહેશે? PM મોદીએ દેશને આપી આ ખાસ સલાહ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ઘરે પરત ન ફર્યા.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓની દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, જવાન તમામના મોઢે એ સવાલ હતો કે કોરોના રસી ક્યારે આવશે. હવે વેક્સીન આવી ગઈ છે, ખૂબ જ ઓછા સમયમાં આવી ગઈ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કોરોના વેક્સીનને બે ડોઝ લગાવવા ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહિનાનું અંતર રાખવામાં આવશે. બીજો ડોઝ લગાવ્યાના બે સપ્તાહ બાદ શરૂરીમાં કોરોના સામેની જરૂરી શક્તિ વિકસીત થશે. પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે ભારતમાં કોરોના પહોંચ્યો ત્યારે દેશમાં કોરોના ટેસ્ટિંગની એક જ લેબ હતી. આપણે આપણા સામર્થ્ય પર વિશ્વાસ રાખ્યો અને આજે 2300 થી વધારે નેટવર્ક આપણી પાસે છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ઘરે પરત ન ફર્યા. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોમાં કોરોના સંક્રમણનો વધારે ખતરો છે તેમને સૌથી પહેલા રસીકરણ કરાશે. પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ ફ્રંટલાઈન વર્કસને રસીકરણ કરવામાં આવશે. તેનો ખર્ચ ભારત સકાર ઉઠાવશે. બે ડોઝ જરૂર લેવાઃ પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી મોદીએ રસી પર વાત કરતાં ક હ્યું કે, ‘દવાઈ ભી કડાઈ ભી’. મોદીએ રસી પર જાણકારી આપતા કહ્યું કે, એક ડોઝ લીધા બાદ તમારે એક મહિનાની અંદર બીજો ડોઝ લેવો જરૂરી છે. મોદીએ કહ્યું, “રસી લીધાના 14 દિવસ બાદ તેની અસર જોવા મળશે. માટે તમારે સતત કોરોનાથી બચાવની રીતને અપનાવતું રહેવું પડશે.” રસી લેવાનો મતલ એ નથી કે કોરોનાનું જોખમ પૂરુ થઈ ગયુંઃ પીએમ મોદી મોદીએ પોતાના સંબોધનમાં જે વાત પર ભાર મુક્યો તે એ છે કે રસી લીધા બાદ લોકો એ ન સમજે કે કોરોનાનું જોખમ પૂરી રીતે ખત્મ થઈ ગયું છે. તમારે સતત કોરોનાથી બચાવની રીત અપનાવતા રહેવું પડશે. બેદરકારી ન રાખતા તમારી સાથે સાથે તમારી આપસાના લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી તમારી છે. પીએમ મોદીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે, કોરોનાને ખત્મ કરવામાં મદદ કરો અને કોરોના રસી લગાવો. રસીને ગંભીરતાથી લેતા તેના બન્ને ડોઝ લેવા. મોદીએ કહ્યું કે, એવું ન કરવું કે એક ડોઝ લઈને પછી બીજો ડોઝ ન લેવો. બન્ને ડોઝ લઇને કોરોના ખત્મ કરવામાં એક બીજાની મદદ કરો.
વધુ વાંચો





















