શોધખોળ કરો
Advertisement
આજે ભારત બંધઃ કેન્દ્રનો રાજ્ય સરકારોને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવાનો આદેશ
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, એનસીપી નેતા શરદ પવાર, સીતારામ યેચુરી, પીએજીડી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સહિત અગ્રણી નેતાઓએ સંયુક્ત નિવેદન જાહેર કરીને ખેડૂતોના ભારત બંધને સમર્થન કર્યુ છે અને કેન્દ્ર સરકારને ખેડૂતોની માંગો પૂરી કરવા કહ્યું છે.
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને કૃષિ સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 13મો દિવસ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોએ આ ભારત બંધને અત્યાર સુધી 8 રાજ્ય સરકારોનું સમર્થન મળી ગયું છે. જેમાં દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાના, કેરળ અને મહારાષ્ટ્ર સરકાર સામેલ છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ ખેડૂતોની માગનું સમર્થન કર્યુ છે, પરંતુ ભારત બંધને સમર્થન નથી આપ્યું.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, એનસીપી નેતા શરદ પવાર, સીતારામ યેચુરી, પીએજીડી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સહિત અગ્રણી નેતાઓએ સંયુક્ત નિવેદન જાહેર કરીને ખેડૂતોના ભારત બંધને સમર્થન કર્યુ છે અને કેન્દ્ર સરકારને ખેડૂતોની માંગો પૂરી કરવા કહ્યું છે.
ગુજરાતમાં કલમ 144 લાગુ
ગુજરાતમાં ભારત બંધના એલાનને લઈ કલમ 144 લાગુ રહેશે. ગુજરાતના GDP આશિષ ભાટિયાએણાવ્યું કે, ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનરને સુચના આપવામા આવી છે. હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે.
સોશિયલ મીડિયા ઉપર પોલીસની બાજ નજર
જો કે પોલીસની ટીમ સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે. અને જો કોઈ વ્યક્તિ ઉશ્કેરણી જનક પોસ્ટ કરશે તો તેની સામે સાયબર ક્રાઇમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે એ પી એમ સી પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement