અભ્યાસમાં દાવો- કોવેક્સિનની તુલનામાં કોવિશીલ્ડ રસી બનાવે છે વધારે એન્ટીબોડી
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રસી બનાવે છે. જ્યારે હૈદ્રાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક, આઈસીએમઆર અને એનઆઈવીની સાથે મળીને કોવેક્સિન રસી બનાવી રહી છે.
હૈદ્રાબાદઃ ભારત બાયોટેકે વેક્સીનને લઈને કહવામાં આવેલ દાવાને ફગાવી દીધા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિનની તુલનામાં કોવિશીલ્ડ રસી વધાર એન્ટીબોડી બનાવે છે. એક રીસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિનના ડોઝ લેનારની તુલનામાં કોવિશીલ્ડ લેનાર મોટાભાગના લોકોમાં સારી પોઝિટિવીટી રેટ જોવા મળ્યો હતો. હવે ભારત બાયોટેકે આ રીસર્ચને ફગાવી દીધું છે.
સ્ટડી પહેલાથી જ નક્કી પરિકલ્પના છે - કંપની
ભારત બાયોટેકે કહ્યું કે, “સ્ટડીમાં અનેક ખામીઓ છે. સ્ટડી ન તો આંકડાકીય આધારિત છે અને ન તો વૈજ્ઞાનિક રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ પહેલાથી જ નક્કી રપિકલ્પના છે.” કંપનીએ કહ્યું કે, “તે જુલાઈમાં ફેઝ 3 ટ્રાયલ ડેટા પ્રકાશિત કરશે અને ત્યાર બાદ તે COVAXINના પૂર્ણ લાઈસન્સ માટે અરજી કરશે.”
નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રસી બનાવે છે. જ્યારે હૈદ્રાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક, આઈસીએમઆર અને એનઆઈવીની સાથે મળીને કોવેક્સિન રસી બનાવી રહી છે.
સ્ટડીમાં શું કહેવામાં આવ્યું હતું ?
બન્ને રસીના ડોઝ લઈ ચૂકેલ સ્વાસ્થ્યકર્મીઓ પર કરવામાં આવેલ સ્ટડીમાં સામેલ થનાર લોકોના લોહીના નમૂનામાં એટીબોડી અને તેના સ્તરની તપાસ કરવામાં આવી હતી. સ્ટડીના લેખક અને જીડી હોસ્પિટલ એડ ડાયાબિટિક ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતામાં કન્સલટન્ટ એન્ડોક્રાઈનોલોજિસ્ટ (ડાયાબિટીસ રોગ નિષ્ણાંત) અવદેશ કુમાર સિંહે ટ્વીટ કર્યું કે, “બન્ને ડોઝ લીધા બાદ બન્ને રસીએ એન્ટીબોડી મજબૂત કરવાનું કામ કર્યું છે. જોકે, કોવેક્સિનની તુલનામાં સીરો પોઝિટિવીટી રેટ અને એટીબોડી સ્તર કોવિશીલ્ડમાં વધારે મળ્યું.” કોવેક્સિનના ડોઝ લેનારની તુલનામાં કોવિશીલ્ડ લેનારા લોકોમાં સીરો પોઝિટિવીટી રેટ વધારે હતો.
સ્ટડીમાં 515 સ્વાસ્થ્યકર્મી જોડાયા હતા
આ રિસર્ચમાં 13 રાજ્યોના 22 શહેરના 515 સ્વાસ્થ્યકર્મીઓ જોડાયા હતા. તેમાંથી 305 પુરુષ અને 210 મહિલાઓ હતી. રિસર્ચના લેખકે કહ્યું કે, “515 સ્વાસ્થ્યકર્મીઓમાં બન્ને રસીના બન્ને ડોઝ લીધા બાદ 95 ટકામાં સીરો પોઝિટિવી જોવા મળી. તેમાંથી 425 લોકોએ કોવિશીલ્ડ અને 90 લોકોએ કોવેક્સીનના ડોઝ લીધા હતા અને સીરો પોઝિટિવીટી રેટ ક્રમશઃ 98.1 ટકા અને 80 ટકા રહ્યો.” સીરો પોઝિટિવીટીનો સંદર્ભ કોઈપણ વ્યક્તિના શરીરમાં બનનારા એટીબોડી સાથે છે.