શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારી વચ્ચે કેવી રીતે યોજાશે બિહાર વિધાનસભાનું ચોમાસુ સત્ર, જાણો વિગત
બિહારમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે લોકડાઉન 16 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે.
પટનાઃ કોરોના મહામારી વચ્ચે 3 ઓગસ્ટથી બિહાર વિધાનસભાનું મોનસૂન સત્ર શરૂ થવાનું છે. ચાલુ વર્ષના અંતિ ચૂંટણી યોજાવાની હોવાથી 16મી વિધાનસભાનું આ અંતિમ સત્ર હોઈ શકે છે. વિધાનસભા ચૂંટણીને લઈ આ સત્ર ખૂબ મહત્વનું માનવામાં આવે છે.
આ અંગે વાત કરતાં વિધાનસભા સ્પીકર વિજય ચૌધરીએ કહ્યું, કોરોના મહામારીના કારણે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં બે વ્યક્તિ વચ્ચે અંતર રાખવાની સલાહ છે. જેને ધ્યાનમાં રાખી અમારા વિધાનસબા એસેમ્બલી હોલમાં તે શક્ય નથી. આ કારણે અમે તેનું આયોજન કોરોના પ્રોટોક્લ મુજબ એક મોટા પરિસરમાં કરીશું.
કોરોના કાળમાં વિધાનસભા સત્રની તૈયારીઓ અંગે કહ્યું, અમે તમામ પૂરતી વ્યવસ્થા કરી છે. થર્મલ સ્ક્રીનિંગથી લઈ હેન્ડ સેનિટાઇઝર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને જેટલો પણ યુઝ કરવો હોય તેટલો કરી શકે છે. માસ્કની પણ સુવિધા છે. જે લોકોનું ટેમ્પરેચર વધારે આવશે અથવા સંપૂર્ણ સ્વસ્થ નહીં હોય તેમને કોરોના ટેસ્ટની સલાહ અપાશે.
બિહારમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે લોકડાઉન 16 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement