શોધખોળ કરો
Advertisement
Exit Poll Results:એક્ઝિટ પોલમાં નીતિશ કુમાર માટે કપરા ચઢાણ, તેજસ્વીની લહેરનો દાવો
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બધાની નજર પરિણામ પર છે. 10 નવેમ્બરે જાહેર થનારા પરિણામ પહેલા એબીપી-સી વોટર એક્ઝિટ પોલ કર્યો હતો.
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બધાની નજર પરિણામ પર છે. 10 નવેમ્બરે જાહેર થનારા પરિણામ પહેલા એબીપી-સી વોટર એક્ઝિટ પોલ કર્યો હતો. એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 104-128 બેઠકો મળી રહી છે, જ્યારે મહાગઠબંધનને 108-131 પર જીતનો અંદાજ છે. આ ઉપરાંત ચિરાગ પાસવાની એલજીપીને માત્ર 1-3 સીટ પર જીત મળી રહી હોવાનું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ નીતીશ કુમારને 37.7 ટકા વોટ મળ્યા છે, જ્યારે લાલુની પાર્ટીને 36 ટકા જેટલા વોટ મળ્યા છે. નીતિશ કુમાર માટે કપરા ચઢાણ અને તેજસ્વીની લહેરનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધને 178 સીટ જીતી હતી અને એનડીએના ખાતામાં માત્ર 58 સીટ આવી હતી. 2015માં મહાગઠબંધન તરફથી નીતીશકુમાર સીએમ બન્યા હતા, કારણકે તે સમયે જેડીયુ-આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન હતું, 2017માં નીતીશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈને એનડીએમાં ભળી ગયા હતા અને સીએમ પદ પર રહ્યા હતા.
243 સભ્યોની બિહાર વિધાનસભામાં આશરે 7.30 કરોડ વોટર્સે આ વખતે સરકાર પસંદ કરવાનો મોકો મળ્યો હતો. તેમાંથી 78 લાખ મતદાતા પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion