શોધખોળ કરો
Advertisement
બિહારઃ ક્લાયમેન્ટ ચેન્જના કારણે દુષ્કાળ અને પૂરની સ્થિતિઃ નીતિશ કુમાર
આ વર્ષે જૂલાઇમાં રાજ્યના 12-13 જિલ્લામાં અચાનક પૂર આવ્યું છે
પટનાઃ બિહારના અનેક જિલ્લામાં આવેલા ભયંકર પૂરને લઇને ટીકાનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, આ પૂર ક્લાયમેન્ટ ચેન્જના કારણે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ વર્ષે જૂલાઇમાં 12-13 જિલ્લામાં પૂર આવ્યું છે. બાદમાં ગંગાનું જળસ્તર વધ્યું છે અને હવે ભારે વરસાદના કારણે પટનાના અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. નોંધનીય છે કે રાજ્યના અનેક જિલ્લાના લોકોનું જનજીવન ભારે વરસાદને કારણે અસ્તવ્યસ્ત થયું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે કહ્યું હતું કે ક્લાયમેન્ટ ચેન્જના કારણે દુષ્કાળ પડી રહ્યો છે અચાનક ભારે વરસાદ થઇ રહ્યો છે અને વર્તમાનમાં જે સ્થિતિ છે તેને કારણે આવી હાલત બની રહી છે. આ વર્ષે જૂલાઇમાં રાજ્યના 12-13 જિલ્લામાં અચાનક પૂર આવ્યું છે. પછી ગંગાનુ જળસ્તર વધ્યું છે અને હવે પટનાના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની ગઇ છે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે પટનાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી. દરમિયાન મીડિયાએ જ્યારે તેમને પૂરની સ્થિતિ અંગે સવાલો કર્યા હતા તો તેઓ ભડકી ઉઠ્યા હતા. નીતિશે કહ્યું કે, અમે પૂછી રહ્યા છીએ કે દેશના કેટલા હિસ્સામાં પાણી આવ્યું છે અને દુનિયાના કેટલા હિસ્સામાં પાણી આવ્યું છે. ફક્ત પટનાના કેટલાક મોહલ્લામાં પાણી આવ્યું છે. શું એ સમસ્યા છે. અમેરિકામાં શું થયું. તમારા લોકોના મનમાં જે આવ્યું તે કરો. તમારા લોકોની કોઇ જરૂર નથી.
નોંધનીય છે કે બિહારની રાજધાની પટના સહિત અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત છે. હવામાન વિભાગે રાજ્યના અનેક હિસ્સામાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. પટનાની તમામ સ્કૂલો 3 અને 4 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી છે. પટના, વૈશાલી, ખગડિયા અને બેગૂસરાય જિલ્લામાં આગામી 48 કલાકોમાં ભારે વરસાદ સંબંધી એલર્ટ જાહેર કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion