શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહાર સરકાર શ્રમિક પ્રવાસીઓને ટ્રેન ટિકિટ ઉપરાંત 500 રૂપિયા આપશે, માનવી પડશે આ શરત, જાણો વિગત
મજૂરોનો ઉલ્લેખ કરી નીતિશ કુમારે કહ્યું, જે લોકો બહારથી આવી રહ્યા છે અને જે સ્ટેશન પર આવશે ત્યાંથી તેમના મુખ્ય સ્થાન સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પટનાઃ બીજા રાજ્યમાંથી પોતાના રાજ્યમાં પરત ફરી રહેલા લોકો પાસે ટ્રેન ભાડુ વસૂલવાના વિવાદ વચ્ચે બિહારથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારની નીતિશ સરકારે જાહેરાત કરી છે કે તે તમામ યાત્રીઓની ટિકિટનું ભાડું ચૂકવવા ઉપરાંત 500 રૂપિયા આપશે.
અન્ય રાજ્યમાંથી આવતા લોકો પાસેથી ભાડુ વસૂલવાને લઈ ઉઠેલા વિવાદ વચ્ચે બિહારની સીએમ નીતિશ કુમારે સોમવારે વીડિયો જાહેર કરીને સંદેશ આપ્યો હતો. નીતિશ કુમારે કહ્યું, અમારી ભલામણ સ્વીકારવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ. અમે પહેલા જ કહ્યું હતું કે ટ્રેન દ્વારા આવવા પર જ બહાર ફસાયેલા લોકોની સમસ્યાનું સમાધાન થઈ શકે છે.I want to thank Centre for considering the suggestion to run special trains to send the people of Bihar who are stranded in other states back to Bihar. Nobody will have to pay for the tickets. A quarantine centre has been set up here for them: Bihar Chief Minister Nitish Kumar. pic.twitter.com/Du0Z7GiPQ2
— ANI (@ANI) May 4, 2020
તેમણે સ્પષ્ટતા કરી કે, બહારથી આવી રહેલા વિદ્યાર્થીઓને રેલ ભાડું નહીં પરંતુ રાજ્ય સરકાર રેલેવના પૈસા આપી રહી છે. મજૂરોનો ઉલ્લેખ કરી નીતિશ કુમારે કહ્યું, જે લોકો બહારથી આવી રહ્યા છે અને જે સ્ટેશન પર આવશે ત્યાંથી તેમના મુખ્ય સ્થાન સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સીએમ કહ્યું, મજૂર કે બહારથી આવેલા લોકો 21 દિવસ બાદ ક્વોરેન્ટીન સેન્ટરમાંથી નીકળશે તો ખર્ચ ઉપરાંત 500 રૂપિયા આપવામાં આવશે. આ માટે ન્યૂનતમ રકમ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. નીતિશે કહ્યું, બિહાર સરકારે બહાર ફસાયેલા 19 લાખ લોકોને 1-1 હજાર રૂપિયા આપ્યા છે.All of them will be staying at quarantine centre for 21 days. After which they will be given a minimum amount of Rs. 1000 each by Bihar govt. Under this scheme, Rs. 1000 has been already given to 19 lakh people in the state: Chief Minister Nitish Kumar. #CoronavirusLockdown pic.twitter.com/GT4Sn00glF
— ANI (@ANI) May 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion