શોધખોળ કરો

ઈન્દિરા ગાંધી પર સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસે કહ્યું- પૂરાવા આપો, ભાજપે કહ્યું- કોંગ્રેસ-અંડરવર્લ્ડનો જૂનો સંબંધ

કોંગ્રેસ પ્રવક્તા ચરણ સિંહ સાપરાએ કહ્યું, સંજય રાઉતે જે કહ્યું તેનો પૂરાવા આપે. અમે આ નિવેદનને યોગ્ય નથી માનતા. મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના પ્રવક્તા સંજય રાઉતે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને લઈ કરેલા નિવેદન બાદ બબાલ થઈ ગઈ છે. સંજય રાઉતે ગઈકાલે એક કાર્યક્રમમાં દાવો કર્યો કે, ઈન્દિરા ગાંધી મુંબઈના પાયધુની વિસ્તારમાં અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા જતો હતો. સંજયના નિવેદન બાદ કોંગ્રેસે કહ્યું કે, જો આમ હોય તો તેઓ પૂરાવા આપે. જ્યારે બીજેપીએ આરોપ લગાવ્યો કે અંડરવર્લ્ડ અને કોંગ્રેસનો જૂનો સંબંધ છે અને આ દાવાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. સંજય રાઉતે શું કહ્યું હતું ? કાર્યક્રમમાં તેમના પત્રકારત્વના અનુભવોની વાત કરતાં સંજય રાઉતે કહ્યું, અમે અંડરવર્લ્ડનો જે સમય  જોયો છે તેમાં ડૉન હાજી મસ્તાન મંત્રાલય પહોંચતો ત્યારે લોકો તેના સ્વાગત માટે બહાર આવતા હતા. દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પણ મુંબઈના પહેલા ડોન કરીમ લાલાને પાયધુની વિસ્તારમાં મળવા જતા હતા. આ કાર્યક્રમમાં સામના અખબારના સંપાદક તરીકે તેમણે અનુભવો શેર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું, હું તે વ્યક્તિ છું જેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પણ ફટકાર લગાવી હતી. રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ-ભાજપે શું કહ્યું ? કોંગ્રેસ પ્રવક્તા ચરણ સિંહ સાપરાએ કહ્યું, સંજય રાઉતે જે કહ્યું તેનો પૂરાવા આપે. અમે આ નિવેદનને યોગ્ય નથી માનતા. મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. શિવસેનાના જૂના સાથી ભાજપે રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે. ભાજપ નેતા આશીષ સૈલારે કહ્યું, સંજય રાઉતે જે કહ્યું તે સત્ય હોય તો સીબીઆઈ તપાસ થવી જોઈએ. સંજય રાઉતે તેના દાવાના પૂરાવા આપવા જોઈએ. વાંચોઃ  ‘અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા જતા હતા પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી’, શિવસેના નેતા સંજય રાઉતનો દાવો કોણ હતો અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા ? અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાનું પૂરુ નામ અબ્દુલ કરીમ શેર ખાન હતું. તેનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. વર્ષ 1930માં કરીમ લાલા મુંબઈ આવ્યો હતો. વર્ષ 1960 થી 1980 સુધી કરીમ લાલા મુંબઈમાં અંડરવર્લ્ડનું મોટું નામ બની ગયો હતો. તે મુંબઈમાં સોના, ચાંદી અને હથિયારોનું સ્મગલિંગ કરતો હતો. જે બાદ તે સટ્ટાબાજી અને ડ્રગ્સ રેકેટમાં સામેલ થયો હતો. વર્ષ 2002માં 90 વર્ષની વયે કરીમ લાલાનું મુંબઈમાં મોત થયું હતું. વાંચોઃ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં કેટલા કરોડનો થયો ખર્ચ ? RTIમાં થયો ખુલાસો કોણ હતો હાજી મસ્તાન ? હાજી મસ્તાન તમિલનાડુનો રહેવાસી હતો. 8 વર્ષની ઉંમરમાં હાજી મસ્તાન મુંબઈ આવ્યો હતો. પેહલા તેણે સાઇકલની દુકાન ખોલી અને 1944માં ડૉક પર કુલી બની ગયો. ડૉક પર જ હાજી મસ્તાને તસ્કરીનું કામ શરૂ કરી દીધું. વિદેશમાંથી સોનાના બિસ્કીટ, ફિલિપ્સના ટ્રાંઝિસ્ટર અને બ્રાંડેડ ઘડિયાળોની તસ્કરી કરતો હતો. વર્ષ 1974માં પોલીસે પ્રથમ વખત તેની ધરપકડ કરી હતી. 18 મહિના જેલમાં રહ્યા બાદ તે બહાર આવ્યો અને 1984માં દલિત-મુસ્લિમ સુરક્ષા મહાસંઘ નામની પાર્ટી બનાવ્યા બાદ રાજકારણમાં આવ્યો હતો. હાજી મસ્તાને સમગ્ર જીવન દરમિયાન ક્યારેય ગોળી નહોતી ચલાવી કે કોઈની હત્યા કરી નહોતી તેમ કહેવાય છે. 1994માં હાર્ટ અટેકથી હાજી મસ્તાનનું મોત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget