શોધખોળ કરો
Advertisement
BJP સાંસદ અનંત હેગડેનો ખુલાસો- કેન્દ્રના 40 હજાર કરોડ બચાવવા ફડણવીસ 80 કલાક માટે મહારાષ્ટ્રના CM બન્યા
અનંત કુમાર હેગડેનો દાવો છે કે મહારાષ્ટ્રમાં બીજેપીએ ફડણવીસને 40 હજાર કરોડનું ફંડ બચાવવા માટે મુખ્યમંત્રી બનાવવાનુ નાટક કર્યુ હતુ
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેનો દાવો છે કે મહારાષ્ટ્રમાં બીજેપીએ ફડણવીસને 40 હજાર કરોડનું ફંડ બચાવવા માટે મુખ્યમંત્રી બનાવવાનુ નાટક કર્યુ હતુ.
અનંત કુમાર હેગડેએ ખુલાસો કરતાં કહ્યું કે, તમે બધા જાણો છો કે મહારાષ્ટ્રમાં અમારા માણસ (ફડણવીસ) 80 કલાક માટે મુખ્યમંત્રી બન્યા, અને બાદમાં રાજીનામુ આપી દીધુ. તેમને આ નાટક કેમ કર્યુ? શું અમને ન હતી ખબર કે અમારી પાસે બહુમતી નથી, અને તેમ છતાં તે મુખ્યમંત્રી બની ગયા. આ સવાલ છે જે દરેકને થતો હશે.
હેગડેએ કહ્યું કે, સીએમની પાસે લગભગ 40 હજાર કરોડનુ કેન્દ્રનુ ફંડ હતુ, જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સત્તામાં આવી જતા તો તે 40 હજાર કરોડનો દુરપયોગ કરતાં. આ કારણ છે કે કેન્દ્ર સરકારના આ પૈસાને વિકાસના કામમાં ના લાવી શકાય તે માટે આ નાટક કર્યુ.
તેમને કહ્યું કે બહુ પહેલા જ બીજેપીની આ યોજના હતી, એટલા માટે આ નક્કી કરવામાં આવ્યુ કે આવુ નાટક થવુ જોઇએ, અને તે અંતર્ગત ફડણવીસે સીએમ પદની શપથ લીધી. શપથ લેવાના 15 કલાકની અંદર ફડણવીસે બધા 40 હજાર કરોડ રૂપિયાને તે જગ્યાએ પહોંચાડી દીધા જ્યાંથી તે આવ્યા હતા. આ રીતે ફડણવીસે બધા પૈસા પાછા કેન્દ્ર સરકારને આપીને બચાવી લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement