ભાજપના ધારાસભ્યનું કોરોનાના કારણે નિધન, જાણો કઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા ?
આ પહેલા રાજસ્થાનના ત્રણ ધારાસભ્યનું કોરોના વાયરસને કારણે મોત થયું છે.
પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવદ વિધાનસભા સીટથી (Dhariyawad Assembly Constituency) ભાજપના ધારાસભ્ય ગૌતમ લાલ મીણા (Gautam lal Meena)નું આજે સવારે ઉદયપુર (Udaipur)ની એમબી હોસ્પિટલમાં કોરોનાના વાયરસને કારણે નિધન થયું છે.
પ્રતાપગઢના ધરિયાવદ વિધાનસભાથી સતત બીજી વખત ધારાસભ્ય રહેલ ગૌતમ લાલ મીણા વિસ્તારના લોકપ્રિય નેતાઓમાંથી એક હતા. ધારાસભ્ય. મીણા આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય નગરાજ મીણાને અંદાજે 24000 મતથી હરાવીને વીજય થયા હતા. ધારાસભ્ય મીમઆના મોત બાદ વિસ્તારમાં શોકનો માહોલ છે.
રાજસ્થાનના સીએમ અશોક ગહલોતે ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતાં લખ્યું કે, ધરિયાવદ (પ્રતાપગઢ)થી ભાજપ ધારાસભ્ય શ્રી ગૌતમલાલ મીણાનું કોરોનાને વાયરસને કારણે અકાળે નિધનની જાણકારીથી ખૂબ જ દુઃખી છું. ભગવાનને પ્રાર્થના કે શોકગ્રસ્ત પરિવાર, સ્વ. શ્રી મીણાના સમર્થકો અને તેમના મિત્રોને આ આઘાત સહન કરવાની શક્તિ અને દિવંગત આત્માને શાંતી આપે.
धरियावद (प्रतापगढ़) से भाजपा विधायक श्री गौतमलाल मीणा के कोरोना संक्रमण से असामयिक निधन की जानकारी बेहद दुखद है। ईश्वर से प्रार्थना है कि शोकाकुल परिजनों, स्व. श्री मीणा के समर्थकों तथा मित्रों को यह आघात सहने की शक्ति दें एवं दिवंगत आत्मा को शांति प्रदान करें। #Rajasthan
— Ashok Gehlot (@ashokgehlot51) May 19, 2021
જણાવીએ કે, મીણા પહેલા રાજસ્થાનના ત્રણ ધારાસભ્યનું કોરોના વાયરસને કારણે મોત થયું છે. જેમાં રાજસમંદથી ભાજપ ધારાસભ્ય કિરણ માહેશ્વર, સહાડાથી કોંગ્રેસ ધારાસભ્ય કૈલાશ ત્રિવેદી અને વલ્લભનગરથી કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તાવત કોરોનાથી સંક્રમિત થયા બાદ જિવનની જંગ હારી ગયા હતા.
राजस्थान विधानसभा में मेरे साथी, भारतीय जनता पार्टी के जुझारू नेता, धरियावद विधायक श्री गौतम लाल मीणा जी के निधन का दुःखद समाचार सुनकर मन व्यथित एवं दुःखी है। मैं ईश्वर से दिवंगत आत्मा की शांति तथा शोकाकुल परिजनों को दुःख की इस घड़ी में संबल प्रदान करने की प्रार्थना करता हूं। pic.twitter.com/jer5WmfOwO
— Rajendra Rathore (@Rajendra4BJP) May 19, 2021