શોધખોળ કરો
બીજેપીના સાંસદ વિરેન્દ્ર કુમાર હશે 17મી લોકસભાના પ્રૉટેમ સ્પીકર, નવા સાંસદોને અપાવશે શપથ
મધ્યપ્રદેશમાંથી 4 વખત સગર અને ત્રણ વખત ત્રિકમગઢથી સાંસદ બન્યા છે. ઉપરાંત મોદી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે

નવી દિલ્હીઃ લોકસભામાં પ્રૉટેમ સ્પીકર તરીકે બીજેપી સાંસદ વિરેન્દ્ર કુમાર હશે, 17મી લોકસભામાં 17 અને 18 જૂને પ્રૉટેમ સ્પીકર નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવશે. વિરેન્દ્ર કુમાર સાત ટર્મથી સાંસદ છે અને દલિત સમુદાયમાંથી આવે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રૉટેમ સ્પીકર તરીકે ડૉ વિરેન્દ્ર કુમાર સાંસદોને શપથ અપાવશે. પ્રૉટેમ સ્પીકર ટેમ્પરરી અપૉઇન્ટ કરવામાં આવે છે, જ્યાં સુધી સ્પીકર અને ડેપ્યૂટી સ્પીકર અપૉઇન્ટ કરવામાં ના આવે ત્યાં સુધી તે કામગીરી સંભાળે છે.
ડૉ વિરેન્દ્ર કુમાર બીજેપીના સીનિયર સાંસદ છે, તે મધ્યપ્રદેશમાંથી 4 વખત સગર અને ત્રણ વખત ત્રિકમગઢથી સાંસદ બન્યા છે. ઉપરાંત મોદી સરકારમાં માઇનૉરિટી અફેરના મંત્રી તથા રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છે.BJP MP Dr Virendra Kumar to be the Protem Speaker of the 17th Lok Sabha. pic.twitter.com/kjKZpkOPkD
— ANI (@ANI) June 11, 2019
ઉલ્લેખનીય છે કે, પ્રૉટેમ સ્પીકર તરીકે ડૉ વિરેન્દ્ર કુમાર સાંસદોને શપથ અપાવશે. પ્રૉટેમ સ્પીકર ટેમ્પરરી અપૉઇન્ટ કરવામાં આવે છે, જ્યાં સુધી સ્પીકર અને ડેપ્યૂટી સ્પીકર અપૉઇન્ટ કરવામાં ના આવે ત્યાં સુધી તે કામગીરી સંભાળે છે. વધુ વાંચો





















