દેશનાં આ બે ભાજપ શાસિત રાજ્યોમાં વસતી વધારાનો રોકવા કાયદો આવશે, બે કરતાં વધારે બાળકો હશે તો શું થશે ?
વસ્તી નિયંત્રણ માટે હવે આસામ બાદ અન્ય રાજ્ય પણ કાયદો ઘડવા વિચારી રહી છે. જો 2થી વધુ બાળકો હશે તો શું નુકસાન થશે. જાણીએ કઇ રાજ્યની સરકારની નવો કાયદો લાવી રહી છે અને શું હશે આ કાયદો
આસામ બાદ હવે યોગી સરકાર પણ વસ્તીને નિયંત્રણમાં લેવા માટે કાયદા ઘડવા જઇ રહી છે. આ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. રાજ્ય કાયદા પંચ વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે નવા કાયદો લાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. ટૂક સમયમાં જ આ ડ્રાફ્ટ તૈયાર થઇ જશે અને આ ડાફ્ટ સરકરા સામે રજૂ કરાશે.
યૂપી સરકાર વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો લાગૂ કરવા જઇ રહી છે. આ કાયદા મુજબ જે પરિવારમાં બેથી વધુ બાળક હશે. તેવા પરિવારને સરકારી લાભો, સબસિડીથી વંચિત રહેવું પડશે. એટલે કે બેથી વધુ બાળકો હશે તેવા પરિવારને કેટલાક સરકારી લાભો નહી મળે.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય કાયદા પંચે વસ્તી નિયંત્રણ માટે જે ડાફ્ટ તૈયાર થઇ રહી છે તે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારને સોપશે. આસામ બાદ યૂપી અને મધ્યપ્રદેશ, રાજસ્થાન સરકાર પણ આ વસ્તી નિયંત્રણ માટેનો નવો કાયદો લાગૂ કરવા વિચારી રહી છે. વધતી જતી વસ્તીના કારણે બેરોજગારી સહિતની અનેક સમસ્યા ઉભી થઇ રહી છે. સક્ષમ અન સશક્ત રાષ્ટ્ર બનાવવા માટે વસ્તી પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. જેથી હવે રાજ્ય સરકરા આ કાયદા પર ગંભીરતાથી વિચારી રહી છે. જે માતા પિતાન બેથી વધુ બાળકો હોય. તેવા પરિવારને મળતી સરકારી સુવિધા ધટાડવા અથવા બંધ કરવાનું સરકાર વિચારે રહી છે. સબસિડી સહિતના કેટલાક લાભ બેથી વધુ બાળકોના માતાપિતાના ન મળે તેવી વિચારણા ચાલી રહી છે. આ માટે લો કમિશન નવો કાયદો ઘડશે. જેનો ડ્રાફટ હાલ તૈયાર થઇ રહ્યો છે.
વધતી જતી વસ્તીના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. રાજ્ય કાયદા પંચના અધ્યક્ષ મિતલના જણાવ્યાં મુજબ વસ્તી નિયંત્રણનો કાયદો કુટંમ્બિક નિયોજન કરતા અલગ છે. તે કોઇ પણ માનવધિકારી વિરૂદ્ધ નથી. આ કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. જે તૈયાર થયા બાદ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.