IRCTC Tour: આઇઆરસીટીસી કરાવશે સાત જ્યોતિર્લિંગના દર્શન, તે પણ સરળ હપ્તે, વાંચો....
IRCTCના પ્લાન મુજબ જે ટ્રેન આ પ્રવાસ પર જશે તેમાં કુલ 767 સીટો છે. જેમાં સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ 22,150 રૂપિયા ચૂકવવા પડશે
IRCTC Jyotirlinga Darshan: IRCTC એ ભક્તો માટે જ્યોતિર્લિંગના દર્શન માટે એક પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજ અનુસાર, IRCTC ભક્તોને અલગ-અલગ જ્યોતિર્લિંગના દર્શન કરાવશે. આ યાત્રા 22 મેથી શરૂ થશે અને શ્રદ્ધાળુઓ આ યાત્રા ટ્રેન મારફતે કરી શકશે. તેની કુલ સમય મર્યાદા 12 દિવસની રહેશે. 12 દિવસમાં ભક્તો સાત અલગ-અલગ જ્યોતિર્લિંગના દર્શન કરશે.
આ જ્યોતિર્લિંગના દર્શન કરાવશે આઇઆરસીટીસી
આઈઆરસીટીસીમાં જે 7 જ્યોતિર્લિંગની મુલાકાત લેવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભક્તોને ઓમકારેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, સોમનાથ, ભેંટ દ્વારકા, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મહાદેવ, ત્ર્યંબકેશ્વર મહાદેવ, ઘૃષ્ણેશ્વર મહાદેવ અને ભીમવીર મહાદેવના દર્શન કરાવવામાં આવશે. IRCTCની યોજના અનુસાર, 22 મેથી શરૂ થનારી આ યાત્રામાં શ્રદ્ધાળુઓ 12 દિવસમાં આ તમામ 7 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે.
આટલા રૂપિયામાં થઇ શકે છે યાત્રા
IRCTCના પ્લાન મુજબ જે ટ્રેન આ પ્રવાસ પર જશે તેમાં કુલ 767 સીટો છે. જેમાં સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ 22,150 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે થર્ડ એસીમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ 36,700 રૂપિયા ચૂકવવા પડશે અને સેકન્ડ એસીમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ 48,600 રૂપિયા ચૂકવવા પડશે. આ યાત્રા સરળ હપ્તા પર પણ કરી શકાય છે. યાત્રીઓ દર મહિને માત્ર 1074 રૂપિયાની EMI ચૂકવીને આ પેકેજ મેળવી શકે છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અનુસાર, આ પ્રવાસ માટેનું પેકેજ IRCTC ઓફિસમાંથી બુક કરી શકાય છે.
જાણો ટૂર પેકેજની વધુ ડિટેલ્સ
આ પેકેજની સુવિધા પહેલા આવો પહેલા સેવાના ધોરણે આપવામાં આવશે. પ્રવાસીઓએ આ ધાર્મિક પર્યટન માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને બુકિંગ કરાવવું પડશે, જેની લિંક www.irctctourism.com છે. આ ટ્રેન 22મી મેના રોજ ઋષિકેશ રેલવે સ્ટેશનથી દોડશે અને આ 12 દિવસનું સંપૂર્ણ રેલ પ્રવાસન પેકેજ છે. આ પેકેજમાં, સ્લીપરથી મુસાફરી કરનારાઓએ 22 હજાર રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે એસી કોચમાં મુસાફરી કરનારાઓએ અનુક્રમે 36 હજાર અને 48 હજાર રૂપિયા ચૂકવવા પડશે.