શોધખોળ કરો
Advertisement
સાત રાજ્યોમાં પેટા ચૂંટણીનું આજે પરિણામ, નેપાનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં AIADMK આગળ
નવી દિલ્લી: નોટબંધીના નિર્ણય બાદ આજે કેંદ્રની અગ્નિ પરીક્ષા છે. દેશના સાત રાજ્યોમાં ચાર લોકસભા અને નવ વિધાનસભાની ચુંટણીનું આજે પરિણામ જાહેર થશે. અત્યાર સુધીમાં આવેલા પરિણામોમાં ભાજપ અસામ અને મધ્યપ્રદેશમાં આગળ છે. ભાજપે મધ્યપ્રદેશની નેપાનગર પર જીત મેળવી છે. જ્યારે તમિલનાડુમાં AIADMK લિડ કરી રહ્યુ છે.
આ પરિણામો એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે કારણ કે નોટબંધીના નિર્ણય વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામોથી એ આકલન પણ કરી શકાશે કે, જનતા આ નિર્ણયથી કેટલી ખુશ છે. સૌથી વધારે નજર મધ્યપ્રદેશના શહડોલ લોકસભા અને નેપાનગર વિધાનસભા પર પણ સૌની નજર મંડાયેલી રહેશે. કારણ કે, અહીંના પ્રચારમાં સીએમ શિવરાજસિંહે સીમી આતંકીઓના એનકાઉન્ટરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તો, પશ્ચિમબંગાળમાં 2 લોકસભા અને એક વિધાનસભાની બેઠકનું પરિણામ આવશે. અસમના લખીમપુર લોકસભા બેઠકનું પણ આજે પરિણામ આવશે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 19ના રોજ છ રાજ્યો અને એક કેંદ્રશાસિત પ્રદેશમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવ વિધાનસભા અને ચાર લોકસભાની સીટો છે.
લોકસભાની બેઠકો
લખીમપુર, અસમ
શહડોલ, મધ્યપ્રદેષ
કૂચબિહાર અને તુમલુક. પશ્ચિમ બંગાળ
વિધાનસભા બેઠકો
બૈઠાલાંગો, અસમ
હયુલિઆંગ, અરૂણાચલ પ્રદેશ
નેપાનગર, મધ્યપ્રદેશ
મોંટેસ્વર, પશ્ચિમ બંગાળ
થંજાવુર, અરવાકુરીચી અને તિરુપારાકુંદરમ, તમિલનાડુ
બરજાલા અને ખોવાઈ, ત્રિપુરા
નેલ્લીથોપે, પુડુચેરી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement