શોધખોળ કરો
દેશના આ હિસ્સાઓમાં લાગુ નહી થાય નાગરિકતા સંશોધન કાયદો, જાણો કારણ?
સીએએ ભલે આખા દેશમાં લાગુ થઇ ગયો હોય પરંતુ દેશના કેટલાક એવા હિસ્સા પણ છે જ્યાં આ કાયદો લાગુ નહી થાય

નવી દિલ્હીઃ વિરોધ છતાં નાગરિકતા સંશોધન કાયદો શુક્રવારથી લાગુ થઇ ગયો છે. તેને લઇને સરકારે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ ભલે આખા દેશમાં લાગુ થઇ ગયો હોય પરંતુ દેશના કેટલાક એવા હિસ્સા પણ છે જ્યાં આ કાયદો લાગુ નહી થાય વાસ્તવમાં નાગરિકતા સંશોધન કાયદાનો પૂર્વોત્તરમાં વિરોધ થઇ રહ્યો છે. આસામ, મેઘાલય સહિત અનેક રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકારે કાયદાને લાગુ કરતા સમયે જાહેરાત કરી હતી કે મેઘાલય, આસામ, અરુણાચલ, મણિપુરના કેટલાક વિસ્તારોમાં આ કાયદો લાગુ નહી થાય. કેન્દ્ર સરકારે અહી ઇનર લાઇન પરમિટ જાહેર કરી છે. જેના કારણે આ નિયમ અહી લાગુ નહી થાય. ઇનર લાઇન પરમિટ એક પ્રવાસ દસ્તાવેજ છે. જેને ભારત સરકાર પોતાના નાગરિકોને આપે છે જેથી તે કોઇ સંરક્ષિત ક્ષેત્રમાં નક્કી સમય માટે પ્રવાસ કરી શકે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે લાખો-કરોડો એવા લોકો છે જેમને આ કાયદાથી ફાયદો થશે. નવો કાયદો તમામ શરણાર્થીઓ પર લાગુ થશે. સરકારે આ કાયદા માટે કટ ઓફ ડેટ 31ડિસેમ્બર 2014 નક્કી કરી છે. એટલે કે આ તારીખ અગાઉ આવેલા તમામ હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, ઇસાઇ, પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવનારા હિંદુ, શીખ, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે.
વધુ વાંચો





















