Cabinet Decisions: મોદી સરકારે ખેડૂતોને શું આપી મોટી ભેટ ? જાણો વિગત
કૃષિ મંત્રીએ કહ્યું કે, 7 વર્ષમાં ખેડૂતોના પક્ષમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેથી કરીને તેમની આવક વધી શકે અને જીવનમાં ખુશાલી આવી શકે. ખેતી ફાયદાનો સોદો બને તે માટે પીએમ મોદીના નેતૃત્વમાં અનેક ખેડૂત લક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે (Modi Government) ખેડૂતોને (Farmers) વધુ એક મોટી રાહત આપતાં ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Price) વધારવાનો ફેંસલો કર્યો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે આ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે, ધાન્ય પાકોની એમએસપીમાં (MSP) 72 રૂપિયાનો વધારો કરવમાં આવ્યો છે. જે બાદ હવે 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું ધાન્ય 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે. બાજરાન એમએસપી 2150 રૂપિયાથી વધારીને 2250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ કહ્યું કે, 7 વર્ષમાં ખેડૂતોના પક્ષમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેથી કરીને તેમની આવક વધી શકે અને જીવનમાં ખુશાલી આવી શકે. ખેતી ફાયદાનો સોદો બને તે માટે પીએમ મોદીના નેતૃત્વમાં અનેક ખેડૂત લક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. ખરીફ સીઝન માટે એમએસપી વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
Cabinet has approved MSP for kharif crops for marketing season 2021-22. Highest absolute increase in MSP over the previous year has been recommended for sesamum (Rs 452 per quintal) followed by tur & urad (Rs 300 per quintal each): Govt of India
— ANI (@ANI) June 9, 2021
કૃષિ કાનૂન કોણ લાવવા માંગતું હતું ?
તોમરે આગળ કહ્યું કે, કૃષિ કાનૂન દેશની તમામ પાર્ટી લાવવા માંગતી હતી પરંતુ હિંમત ન કરી શકી. ભારત સરકારે ખેડૂતો સાથે 11 વખત વાતચીત કરી. પરંતુ તેનો કોઈ જવાબ ખેડૂત યુનિયને ન આપ્યો કે કોઈ પાર્ટીએ આપ્યો. પરિણામે વાતચીત આગળ ન વધી શકી. જ્યારે ખેડૂતો વાતચીત માટે તૈયાર હોય અમે વાટાઘાટો માટે તૈયાર છીએ.
રેલવેમાં 4G સ્પેક્ટ્રમ
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ખરીફ સીઝન માટે એમએમસી પર ફેંસલો કરવામાં આવ્યો છે. ખરીફ સીઝન પહેલા જ એમએસપી જાહેર કરી દેવામાં આવી છે અને તે વધારવામાં પણ આવી છે. રેલવે મુસાફરીને વધારે સુરક્ષિત બનાવવા માટે 4જી સ્પેકટ્રમની રેલવેને વધારે ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધી રેલવે 2જી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરતી હતી. રેલવે મુસાફરી સુરક્ષિત બનાવવા અને સંચાર વ્યવસ્થા સુધારવા માટે 4જીના 5એમએચઝેડ સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી છે.
Railways will be provided with 5 megahertz spectrum in 700 MHz band. It will improve its communication system & make rail travel safer. Railway currently uses optical fibre. With the availability of spectrum, there will be radio communication: Union Minister Prakash Javadekar pic.twitter.com/LRCbs3Qkwf
— ANI (@ANI) June 9, 2021
માણસો 100 વર્ષ સુધી જીવતા રહે તે દિવસો દૂર નથી, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનો દાવો