શોધખોળ કરો
Advertisement
UP: મોદી કેબિનેટે ગોરખપુરમાં એમ્સને આપી મંજૂરી, અન્ય 5 મોટા નિર્ણયો પણ લીધા
નવી દિલ્હી: કેંદ્ર સરકારે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં નવા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) બનાવવા માટે બુધવારે મંજૂરી આપી હતી. ખાસ વાત એ છે કે આ નિર્ણય ગોરખપુરમાં 22 જુલાઈએ થનાર પીએમ રેલી પહેલા કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ 1011 કરોડ રૂપિયાના ખર્ચે ગોરખપુરમાં એમ્સ બનાવવામાં આવશે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘નવી એમ્સની સ્થાપના જનતાને સુપર સ્પેશિયાલિટી સ્વાસ્થ્ય આપવા માટેના હેતુથી પુરો કરવામાં આવશે. આ એમ્સની ક્ષમતા 750 રૂમોની હશે અને તેમાં ઈમરજર્સી, ટ્રોમા અને આયુષ રૂમ હશે.
તેની સિવાય કેબિનેટે આ મહત્વના નિર્ણયો લીધો...
1. ટ્રાંસજેંડર પર્સન્સ બિલ 2016ને મંજૂરી આપી.
2. નવા ઈવીએમની ખરીદી માટે કીંમત મંજૂર કરી, 14 લાખ નવા ઈવીએમ ખરીદવા માટે 920 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું.
3. ભારત-મોજાંબિકની વચ્ચે એર સર્વીસ માટે એગ્રીમેંટની મંજૂરી..
4. 1,000 કરોડ રૂપિયાની શરૂઆતી મૂડીની સાથે સાગરમાલા વિકાસ કંપનીની રચના માટે મંજૂરી..
5. સ્વિસ ફાઉંડેશનની સાથે સ્કિલ ડેવલમેંટ સમજૂતીની મંજૂરી..
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement