શોધખોળ કરો
Advertisement
શું ચશ્મા પહેરવાથી કોરોના સંક્રમણનો ખતરો ઘટી જાય છે? રિસર્ચમાં શું થયો ખુલાસો, જાણો વિગતે
જામા નેત્રવિજ્ઞાન મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે, ચશ્મા કઈ રીતે આંખો માટે ફાયદાકારક કે આંખોને નુકસાનથી બચાવી શકે તે માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની દેશ અને દુનિયા પર ઘણી મોટી અસર થઈ છે. લોકોની જીવનશૈલી જડમૂળમાંથી બદલાઈ ગઈ છે. કોરોનાને નાથવા વિશ્વભરમાં અનેક શોધ કરવામાં આવી રહી છે. પરંતુ એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે ચશ્મા પહેરતાં લોકોને કોવિડ-19ના સંક્રમણનો ખતરો ઘટી જાય છે. કારણકે વાયરસ આંખના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે. આ શોધ ચીનના સુઈઝોઉમાં કરવામાં આવી છે. કોવિડ-19ના 276 દર્દીઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.
જામા નેત્રવિજ્ઞાન મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે, ચશ્મા કઈ રીતે આંખો માટે ફાયદાકારક કે આંખોને નુકસાનથી બચાવી શકે તે માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સામાન્ય રીતે લોકો અજાણતા કલાકમાં 10 વખત તેમની આંખને સ્પર્શે છે. આંખ ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે. જે ખૂબ કોમળ અને નાજુક હોય છે. આંખોની સુરક્ષા પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો કોવિડ-19નો ખતરો વધી જાય છે.
રિસર્ચમાં જોવા મળ્યું કે, SARS-CoV-2 રિસેપ્ટર એંજિયોટેનસિન-પરિવર્તિત એંઝાઇમ આંખો પર પણ રહે છે. જેના દ્વારા તે શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત નાકની નળી અને આંસુના માધ્યમથી પણ શરીરમાં પહોંચી શકે છે. રિસર્ચમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ વર્તમાનમાં આશરે 12 ટકા દર્દી ઓક્યુલક કે આંખોના કારણે સંક્રમિત છે. કોરોના વાયરસ ઘણા દર્દીના આંસુમાં પણ મળ્યો હતો. જેની પુષ્ટિ નેત્ર વિશેષજ્ઞોએ પણ કરી હતી.
આંખો કોરોના વાયરસના સંક્રમણ અને માનવ શરીરમાં પ્રવેશ માટે મહત્વનું કેન્દ્ર હોઈ શકે છે. આ સ્થિતિમાં કોવિડ-19 સામે રક્ષણ મેળવવા ચશ્મા સક્ષમ છે અને લોકોએ દૈનિક ધોરણે કોરોનાથી બચવા તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેનાથી સંક્રમણનો ખતરો ઓછો કરી શકાય છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement