કોરોના ના થાય એ માટે આ હોમિયોપથી દવા લેવાથી શરીરમાં ઓક્સિજનની ઉણપ પૂરી કરી શકાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. બીજી લહેરમાં દેશમાં હોસ્પિટલમાં ઓક્સિજન બેડની કમીના કારણે ઓક્સિજન પ્લાન્ટમાં લોકોની લાંબી લાઇન જોવા મળી. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિક્વિડ ફોર્મમાં આવતી હોમિયોપેથનીની આ દવાથી ઓક્સિજન વધારી શકાય છે.
દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. બીજી લહેરમાં દેશમાં હોસ્પિટલમાં ઓક્સિજન બેડની કમીના કારણે ઓક્સિજન પ્લાન્ટમાં લોકોની લાંબી લાઇન જોવા મળી. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિક્વિડ ફોર્મમાં આવતી હોમિયોપેથનીની આ દવાથી ઓક્સિજન વધારી શકાય છે.
દેશ હાલ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. બીજી લહેરમાં લાખો દર્દીના મોત થઇ ગયા તો રોજ લાખોની સંખ્યામાં નવા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. વધતી જતાં કેસની વચ્ચે ઓક્સિજન બેડની કમી પણ એક પડકારરૂમ બની ગઇ છે. આ સ્થિતિમાં હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામા આવ્યો છે કે, લિકવિડ ફોર્મમાં આવતી હોમિયોપેથિક દવા ઓક્સિજન લેવલને ઉંચું લાવવામાં કારગર છે. આ પોસ્ટમાં કેટલું સત્ય છે અને શું દાવો છે જાણીએ
શું હોમયોપેથિક દવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય?
હાલ કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, carbo vegetabilis નામની હોમિયોપેથિક દવાથી ઓક્સિજન લેવલને ઘરે બેઠા વધારી શકાય છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, carbo vegetabilis નામની હોમિયોપેથિક દવાના 3થી4 ટીપાં પાણીમાં નાખીને પીવાથી ઘરે બેઠાં દર્દીનું ઓક્સિજન લેવલ વધારી શકાય છે. કેન્દ્ર સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે આ દાવામાં કેટલું સત્ય છે તેની ચકાસણી કરી.
આ દવામાં કેટલું સત્ય?
કેન્દ્ર સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે સોશિયલ મીડિયાના આ દાવાની ચકાસણી કરી. તપાસ કરતા આ દાવો ખોટો સાબિત થયો છે. carbo vegetabilis નામની હોમિયોપેથિક દવાથી ઓક્સિજન લેવલ નોર્મલ કરી શકાય તે માટેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તો કોરોના કાળમાં આ દવા પર વિશ્વાસ કરીને દર્દીનું ધરે જ ઓક્સિજન જ વધારવાની કોશિશ દર્દી માટે જોખમ સાબિત થઇ શકે છે. આ દાવાનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોવાથી સંપૂર્ણ ખોટો સાબિત થયો છે.