દર્દીના આંસુથી પણ ફેલાય છે કોરોના વાયરસ, સ્ટડીમાં થયો ખુલાસો, આ રીતે બચો
તાજેતરમાં એક અધ્યન થયું છે. જેમાં અસામન્ય રીતે પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનો ખુલાસો થયો છે.
Corona virus:શું આપ જણો છો કે, કોરોના વાયરસ કેવી રીતે ફેલાઇ છે? તો આપનો જવાબ હશે હાં, જો કે તાજેતરમાં એક અધ્યન થયું છે. જેમાં અસામન્ય રીતે પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનો ખુલાસો થયો છે.
કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનું સૌથી મોટું કારણ ડ્રોપલેટસ એટલે કે તરલ પદાર્થ માનવામાં આવી રહ્યું છે. જો કે તાજેતરમાં થયેલા સ્ટડીનું તારણ છે કે કોરોના વાયરસ કોરોનાના દર્દીના આંસુથી પણ ફેલાય છે. ઇન્ડિયન જનરલ ઓફ ઓપ્થલ્મોલોજીમાં પ્રકાશિત એક સ્ટડીના તારણ મુજબ દર્દીના આંસુથી પણ કોરોના વાયરસ ફેલાઇ શકે છે. આ તારણ સામે આવ્યા બાદ તેનાથી બચવા માટે પણ સરકારે દિશા નિર્દશ જાહેર કર્યાં છે.
સામાન્ય રીતે આંસુ દ્રારા આ વાયરસ ફેલાતો હોવાથી સૌથી વધુ બ્યુટીપાર્લર, સલૂન, ઓપ્ટિશિયનમાં તેના સંક્રમણનું વધું ભય રહે છે. આપને જણાવી દઇએ કે, એવા બહુ ઓછા સ્ટડી થયા છે. જેનું તારણ એવું દર્શાવે છે કે, આંસુ દ્વારા પણ કોરોના વાયરસ ફેલાય છે. જો કે હાલ તાજેતરમાં થયેલ આ સ્ટડી એવું દ્રઢતાથી કહે છે કે, કોરોના વાયરસના કણ દર્દીના આંખમાં પણ હોય છે. હેલ્થ એક્સપર્ટના મત મુજબ વાંરવાર આંખમાં સ્પર્શ કરવાથી અને આજુબાજુમાં ખાંસી કે ઝીંકતા લોકોના કારણે પણ વાયરસના કણ આંખમાં પહોંચી જાય છે.
કેવી રીતે રહેશો સુરક્ષિત?
- ઉઘરસ ખાતા કે છીકતી વખતે મોંને સંપૂર્ણ રીતે કપડાથી કવર કરો
- કોરોનાથી સંક્રમિત થયા બાદ વારંવાર આંખને સ્પર્શ નકરો
- સ્વસ્થ હો છતાં પણ હેન્ડ વોશ કર્યાં વિના કે સેનેટાઇઝ કર્યાં વિના આંખને સ્પર્શ ન કરો
- કોઇ સપાટી કે વસ્તુને સ્પર્શ કર્યાં બાદ હેન્ડ વોશ કરો અથવા સેનેટાઇઝ કરો. ત્યારબાદ આંખને સ્પર્શ કરો. બીમાર લોકોના સંપર્કમાં આવવાથી બચો.
- સાર્વજનિક સ્થળો પર માસ્ક અવશ્ય પહેરો અને વારંવાર હેન્ડવોશ કરો અને વસ્તુઓને સેનેટાઇઝ કરવાની આદત પાડો.