શોધખોળ કરો
Advertisement
કાવેરી જળ વિવાદ: કર્ણાટકે સુપ્રીમ કોર્ટને કહ્યું- તમિલનાડુને હમણા પાણી આપી શકીએ નહીં
નવી દિલ્લી: કાવેરી જળ વિવાદ પર કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે તે તમિલનાડુને પાણી આપી શકે તેમ નથી. કર્ણાટક સરકારે કહ્યું છે કે રાજ્ય 42 હજાર ક્યૂસેક પાણી અત્યારે આપી શકે તેમ નથી. આ પાણી તે ડિસેમ્બર મહીનામાં આપી શકે છે. સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી તે આદેશમાં સંશોધનની માંગ જેમાં કોર્ટે કર્ણાટક સરકારને 6000 ક્યૂસેક પાણી દરરોજ 27 સપ્ટેબર સુધી તમિલનાડુને આપવાનો આદેશ આપ્યો હતો.
કર્ણાટક સરકારે કહ્યું છે કે, તે અત્યારે એ સ્થિતિમાં નથી કે તમિલનાડુને આપી શકે. કર્ણાટક સરકારનું કહેવું છે કે કાવેરી બેસિનમાં હવે પાણી વધ્યું નથી, અને જે વધ્યું છે તે પીવા માટે છે. 20 સપ્ટેબરે સુપ્રીમ કોર્ટે 27 સપ્ટેબર સુધી તમિલનાડુને 6000 ક્યૂસેક પાણી આપવાનો આદેશ આપ્યો હતો. કર્ણાટકનું કહેવું છે કે તેમના પાસે પીવા માટે પણ પાણી ઉપલબ્ધ નથી. તો આવી સ્થિતિમાં તમિલનાડુના પાક માટે પાણી આપવુ સંભવ નથી. બન્ને રાજ્યોની વચ્ચે દશકોથી ચાલી રહેલા કાવેરી મુદ્દાને લઈને છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement