(Source: ECI/ABP News/ABP Majha)
CBI vs CBI:રાકેશ અસ્થાનાને તપાસ એજન્સીની ક્લીન ચિટ, કોર્ટે કર્યો સ્વીકાર
આ અગાઉ રાકેશ અસ્થાના વિરુદ્ધ હૈદરાબાદના વેપારી સતીશ સનાને લાંચ અને ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તેમને તત્કાળ પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
રાકેશ અસ્થાનાનો આરોપ છે કે આ ફરિયાદ ત્યારના સીબીઆઇ ડિરેક્ટર આલોક કુમારના કહેવા પર નોંધવામાં આવી હતી. સીબીઆઇ કોર્ટે ચાર્જશીટનો સ્વીકાર કરતા કહ્યું કે, તપાસ એજન્સીને રાકેશ અસ્થાના વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. જોકે, હવે ટ્રાયલ મનોજ પ્રસાદના ભાઇ સોમેશ્વર પ્રસાદ અને તેમના સસરા, સુનીલ મિત્તલ પર ચાલશે. આ અગાઉ સીબીઆઇ ચાર્જશીટ ફક્ત મનોજ પ્રસાદ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે માન્યુ હતું કે, સોમેશ્વર પ્રસાદ અને તેમના સસરા, સુનીલ મિત્તલ પર ટ્રાયલ ચલાવવા માટે પુરતા પુરાવા છે.CBI vs CBI alleged graft case: A special court takes cognizance of the filed CBI chargesheet which gave a clean chit to former CBI officials Rakesh Asthana and Devender Kumar in a bribery case. Court has also issued summons to Manoj Prasad, Someshvar Prasad and Sunil Mittal.
— ANI (@ANI) March 7, 2020
કોર્ટે કહ્યું કે, રાકેશ અસ્થાના અને તત્કાલીન ડીએસપી દેવેન્દ્ર કુમાર વિરુદ્ધ ખંડણી અને લાંચ માંગવાના પુરાવા મળ્યા નથી. એટલા માટે તપાસ એજન્સીનો રિપોર્ટ સ્વીકારતા તેઓને ક્લીન ચિટ આપવામાં આવે છે. જોકે, હજુ કેસની તપાસ ચાલી રહી છે એટલા માટે જો એજન્સીને પૂછપરછની જરૂર હશે તો બંન્નેને ગમે ત્યારે બોલાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે આ કેસમાં ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કોર્ટના હસ્તક્ષેપ બાદ રાકેશ અસ્થાને ધરપક઼ડથી રાહત મળી હતી.CBI vs CBI alleged graft case: A special court takes cognizance of the filed CBI chargesheet which gave a clean chit to former CBI officials Rakesh Asthana and Devender Kumar in a bribery case. Court has also issued summons to Manoj Prasad, Someshvar Prasad and Sunil Mittal.
— ANI (@ANI) March 7, 2020
CBI vs CBI alleged graft case: The Court said as far as two public servants are concerned, the then Special Director Rakesh Asthana and the then DSP Devender Kumar, the court concurs with CBI finding that there is no sufficient material against them. https://t.co/AxlDQrEDmI
— ANI (@ANI) March 7, 2020