CBSEનું ધોરણ 10નું કેટલું આવ્યું પરિણામ ? છોકરા અને છોકરીઓમાંથી કોણે મારી બાજી ? આ પરિણામની શું છે વિશેષતા ?
ગત વર્ષે 6મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે પરિણામ 70 દિવસ મોડું આવ્યું છે.
નવી દિલ્લીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધોરણ 10નું પરિણામ 91.46% આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં છોકરીઓએ ફરીથી બાજી મારી છે. પરીક્ષા આપનારી છોકરીઓમાંથી 93.31 ટકા છોકરીઓ પાસ થઈ છે, જ્યારે 90.14% છોકરા પાસ થયા છે. 19 માર્ચના રોજ થયેલી પરીક્ષાના કુલ 118 દિવસ બાદ આવેલા પરિણામમાં બોર્ડે મેરિટ લિસ્ટ વગર પરિણામની જાહેકાત કરી છે.
સીબીએસઇ આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં માત્ર 0.36% સારું પરિણામ આવ્યું છે. આ વખતે બોર્ડે મેરિટ લિસ્ટ વગર એટલે કે ટોપર્સનાં નામ વગર પરિણામ જાહેર કર્યું છે. ગત વર્ષે 6મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે પરિણામ 70 દિવસ મોડું આવ્યું છે.
સીબીએસઈના 2020ના પરિણામની 99.28% પરિણામની સાથે 16 રિજિયનમાંથી ત્રિવેન્દ્રમ રીજન ટોપ પર છે, ગુવાહાટી રિજિયન 79.12 સાથે સૌથી છેલ્લે છે. આ વખથના પરિણામાં પરિણામમાં 99.23 ટકાની સાથે કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 પર છે જ્યારે 98.66 ટકાની સાથે જવાહર નવોદય બીજા ક્રમે છે. 2020માં કુલ 1 લાખ 84 હજાર 358 વિદ્યાર્થીઓને 90%થી વધુ અને 41 હજાર 804 બાળકોને 95% ટકાથી વધારે માર્ક્સ આવ્યા છે. બંને કેટેગરીમાં આ આંકડો ગત વર્ષ કરતાં ઓછો છે.