CBSE 12th Exam: તમામ રાજ્યો પરીક્ષા માટે તૈયાર, દિલ્હીના ઉપ મુખ્યમંત્રી બોલ્યા- પહેલા બાળકોને વેક્સીન આપો પછી પરીક્ષા
સીબીએસઈ ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓએ કહ્યું પરીક્ષા યોજાવી જોઈએ, પરંતુ દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું પહેલા વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થાય, બાદમાં પરીક્ષા યોજાય.
નવી દિલ્હી: સીબીએસઈ ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓએ કહ્યું પરીક્ષા યોજાવી જોઈએ, પરંતુ દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું પહેલા વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થાય, બાદમાં પરીક્ષા યોજાય.
મનીષ સિસોદિયાએ કહ્યું કે 12માં ધોરણના 95 ટકા વિદ્યાર્થીઓ 17.5 વર્ષથી વધારે ઉંમરના છે, કેંદ્રએ વિશેષજ્ઞો સાથે વાત કરવી જોઈએ શું તેમને કોવિશીલ્ડ, કોવેક્સીન રસી લગાવી શકાય. તેમણે કેંદ્રને કહ્યું કે વિદ્યાર્થીઓને રસી આપ્યા પહેલા 12માં બોર્ડની પરીક્ષાઓ કરાવવી એક મોટી ભૂલ સાબિત થશે.
મનીષ સિસોદિયાએ બેઠકમાં કહ્યું કે કેંદ્ર સરકારે 12માં બોર્ડના વિદ્યાર્થીઓના વેક્સિનેસનના સંબંધમાં ફાઈઝર સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું બાળકોની સુરક્ષા આપણી જવાબદારી છે.
રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી બેઠકમાં કેંદ્રીયન શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર સિવાય તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ સહિત ઘણા અદિકારીઓ સામેલ થયા હતા.
રાજનાથ સિંહે બે દિવસમાં લેખિતમાં માંગ્યો રાજ્યો પાસે જવાબ
બેઠકમાં રાજનાથ સિંહે પરીક્ષા કરવાને લઈ તમામ રાજ્યો પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે. રાજ્યોના શિક્ષણ મંત્રીઓએ બે દિવસ અંદર લેખિતમાં જવાબ આપવો પડશે. તમામ રાજ્યો પાસેથી જવાબ મળ્યા બાદ 30 મેના બેઠક બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 65 લાખ 30 હજાર 132
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 34 લાખ 25 હજાર 467
- કુલ એક્ટિવ કેસ - 28 લાખ 05 હજાર 399
- કુલ મોત - 2 લાખ 99 હજાર 399
19 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 50 લાખ 4 હજાર 184 ડોઝ આપવામાં આવ્યા છે.