શોધખોળ કરો
Advertisement
વાઘના સર્વેમાં ભારતે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એક તૃતીયાંશ વધી સંખ્યા : સરકાર
2018ના સર્વે અનુસાર ભારતમાં હવે વાઘોની સંખ્યા કુલ 2967 છે.
નવી દિલ્હી: ભારતમાં વાઘોની ગણતરી 2018ના ચોથા તબક્કાએ દુનિયાના સૌથી મોટા કેમેરા ટ્રેપ વન્યજીવ સર્વેક્ષણ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કહ્યું કે, આત્મનિર્ભર ભારતનું જીવતું જાગતું ઉત્તમ ઉદાહરણ છે, જેને વડાપ્રધાનના શબ્દમાં સંકલ્પથી સિદ્ધીના માધ્યમથી પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
જાવડેકરે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતે પોતાના લક્ષ્યને ચાર વર્ષ પહેલા જ વાઘોની સંખ્યા બમણી કરવાના પોતાના સંકલ્પને પૂર્ણ કર્યો છે. નવીનતમ ગણતરી અનુસાર, દેશમાં વાઘોની અંદાજીત સંખ્યા 2967 છે. તેના પ્રમાણે ભારતમાં વિશ્વના કુલ 75 ટકા વાઘ છે. ભારતે 2010માં સેન્ટ પીટર્સબર્ગમાં 2020 સુધી વાઘોની સંખ્યા બેગણી કરવાનો સંકલ્પ લીધો હતો.
અત્યાર સુધીની સૌથી મોટી ગણતરી
ગિનીસ વર્લ્ડ રિકોર્ડ અનુસાર, 2018 -19માં કરવામાં આવેલા સર્વેક્ષણની ચોથી ગણતરી સંસાધન અને ડેટા બન્નેની દ્રષ્ટીએ દુનિયામાં અત્યાર સુધીની સૌથી મોટી છે. કેમેરા ટ્રેપને 141 વિભિન્ન સાઈટોમાં 26,838 સ્થળો પર રાખવામાં આવ્યા હતા અને 1,21,337 વર્ગ કિલોમીટરના પ્રભાવી ક્ષેત્રનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. કુલ મળીને કેમેરા ટ્રેપે વન્યજીવોની 3,48,58,623 તસવીરો લીધી હતી( જેમાં 76,681 વાઘની, 51,777 દિપડાની અને અન્ય જીવો હતા) આ તસવીરના માધ્યમથી 2461 વાઘ ( વાઘના બચ્ચા સિવાય)ની ઓળખ સ્ટ્રાઈપ પેટર્ન-રિકોગ્નાઈઝ સોફ્ટવેરના ઉપયોગથી કરવામાં આવી હતી. કેમેરા ટ્રેપનો ઉપયોગ કરવાની સાથે સાથે 2018 સ્ટેટસ ઓફ ટાઈગર્સ ઈન ઇન્ડિયાનું મુલ્યાંકન વ્યાપક ફૂટ સર્વેક્ષણના માધ્યમથી પણ કરવામાં આવ્યું. .
2018 સર્વે અનુસાર ભારતમાં હવે વાઘોની સંખ્યા કુલ 2967 છે, જેમાંથી 2461 વાઘો વ્યક્તિગત રીતે કેપ્ચર કરવામાં આવ્યા છે. જે વાઘોની સંખ્યાના 83 ટકા છે. 2006માં આ સંખ્યા 1411 હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement