દેશમાં લોકડાઉન લાદવા મુદ્દે અમિત શાહે શું આપ્યું મોટું નિવેદન ? રાજ્યોને શું આપી સત્તા ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, અમે લોકડાઉનનો અધિકાર રાજ્યોને આપ્યો છે. રાજ્યો નક્કી કરે કે કન્ટેન્ટમેન્ટ ઝોન ક્યાં કરવું. રાજ્યો જરૂરિયાત મુજબ નોટિફિકેશન જાહેર કરશે, તેવું પણ અમિત શાહે સ્પષ્ટ કર્યું છે.
નવી દિલ્લીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત સહિત દેશમાં અનેક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) લાગી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)નું લોકડાઉનને લઈને મોટું નિવેદન સામે આવ્યો છે. તેમણે લોકડાઉન (lockdown)ને લઈને મોટી સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, અમે લોકડાઉનનો અધિકાર રાજ્યોને આપ્યો છે. રાજ્યો નક્કી કરે કે કન્ટેન્ટમેન્ટ ઝોન ક્યાં કરવું. રાજ્યો જરૂરિયાત મુજબ નોટિફિકેશન જાહેર કરશે, તેવું પણ અમિત શાહે સ્પષ્ટ કર્યું છે.
મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા મુદ્દે શું કરી મોટી જાહેરાત ?
કોરોના મહામારીને પગલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ મનાવવો જોઈએ. દેશમાં લોકડાઉનને લઈને પ્રધાનમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હાલ સંપૂર્ણ લોકડાઉન લાદવાની જરુર નથી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોવિડ-19નો એક મોટો હિસ્સો વેક્સીન મેનેજમેન્ટ વેસ્ટેજને રોકવાનું પણ છે. પીએમ મોદીએ કહ્યું એમ્બ્યૂલંસ, વેન્ટિલેટર અને ઓક્સીજનની પણ સમીક્ષા કરવી પડશે. પીએમ મોદીએ કહ્યું હાલ સંપૂર્ણ લોકડાઉનનીજરુર નથી. નાઈટ કર્ફ્યૂ પ્રભાવી છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નાઈટ કર્ફ્યૂ અંગે વાત કરતા કહ્યું આપણે કોરોના કર્ફ્યૂ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લોકોમાં સંદેશ જશે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે કે શું કોરોના માત્ર રાત્રે ફેલાય છે તો હું કહેવા માંગુ છું કે નાઈટ કર્ફ્યૂનો ફોર્મ્યૂલા દુનિયાભરમાં અજમાવાયો છે અને આ પ્રભાવી છે.
પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની બહાર નિકળવાનો રસ્તો ટેસ્ટિંગ છે. તેમણે કહ્યું કે આપણો ટાર્ગેટ 70 ટકા RT-PCR ટેસ્ટિંગ છે. આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની જરુર છે. તેમણે કહ્યું કે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પર ફોકસ કરવું પડશે. તેમણે કહ્યું 72 કલાકમાં 30 કોન્ટેક્ટ ટ્રેસિંગની જરુર છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના દર્દીઓના કેસ વધવાથી રાજ્યો દબાવમાં ન આવે. તેમણે કહ્યું કોરોનાના ટેસ્ટ યોગ્ય રીતે કરવામાં આવે. કન્ટેનમેન્ટ ઝોનમાં દરેક વ્યક્તિની ટેસ્ટ થાય. તેમણે કહ્યું જ્યાં સંખ્યા વધારે છે ત્યાં ટેસ્ટ વધારે થાય.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું RT-PCR ટેસ્ટ 70 ટકા સુધી લઈ જવાનો ટાર્ગેટ છે. એક જ દિવસમાં 40 લાખ વેક્સીનેશનના આંકડાને પાર કરી ચૂક્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કોવિડ મેનેજમેન્ટ પર વધુ ભાર આપો. બેઠકમાં વેક્સિનેશનના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. બે દિવસ પહેલા પીએમ મોદીએ કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી. ત્યાર બાદ અધિકારીઓને કોરોનાનો ચેપ અટકાવવા માટેના તમામ પગલા ભરવાનો નિર્દેશ આપ્યો હતો.