શોધખોળ કરો

Chandrayaan 3 Tracker: ક્યાં પહોંચ્યું ચંદ્રયાન-3? તમે તમારા મોબાઇલમાં જ જુઓ લાઇવ ટ્રેકિંગ

ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતરવા માટે માત્ર 20 દિવસ બાકી છે. બે દિવસ પછી તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે

ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતરવા માટે માત્ર 20 દિવસ બાકી છે. બે દિવસ પછી તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. 100 ટકા આશા છે કે ચંદ્રયાન આ કાર્યમાં સફળ થશે. ઈસરોના વૈજ્ઞાનિકો આ પહેલા બે વખત સફળતાપૂર્વક આ કામ કરી ચૂક્યા છે. પરંતુ ચંદ્રયાન-3 ક્યાં છે? અવકાશમાં કયા રસ્તે જઈ રહ્યું છે?

ISROનું બેંગલુરુ સ્થિત ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) સતત ચંદ્રયાનની ઝડપ, હેલ્થ અને દિશા પર સતત નજર રાખી રહ્યું છે.  ઈસરોએ સામાન્ય લોકો માટે લાઈવ ટ્રેકર લોન્ચ કર્યું છે. જેના દ્વારા તમે જોઈ શકો છો કે ચંદ્રયાન-3 આ સમયે અવકાશમાં ક્યાં છે. તેને ચંદ્ર પર પહોંચવામાં કેટલા દિવસો બાકી છે.

ચંદ્રયાન-3 હાલમાં લગભગ 37,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ બે દિવસ પછી તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. એટલે કે 5 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 6.59 કલાકે. હાલમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી લગભગ 40 હજાર કિલોમીટર દૂર હશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ અહીંથી શરૂ થાય છે.

પાંચથી 23 ઓગસ્ટ સુધી ઘટાડવામાં આવશે તેની સ્પીડ

ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવા માટે ચંદ્રયાન-3 ની ગતિ 7200 થી 3600 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે કરવી પડશે. 5 થી 23 ઓગસ્ટ સુધી ચંદ્રયાનની ગતિમાં સતત ઘટાડો થશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ મુજબ અત્યારે ચંદ્રયાનની ગતિ વધુ છે. ચંદ્રયાન-3ની સ્પીડ ઘટાડીને 2 અથવા 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ કરવી પડશે. એટલે કે 7200 અથવા 3600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. આ ઝડપે માત્ર ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષાને પકડી શકશે. ત્યારબાદ ધીમે-ધીમે તેને દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડ કરવામાં આવશે.

જો ચંદ્રની ભ્રમણકક્ષા નહીં મળે તો ચંદ્રયાન-3 પરત ફરશે

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં 6 ગણું ઓછું છે. એટલા માટે ચંદ્રયાન-3ની ઝડપ ઘટાડવી પડશે. જો નહીં થાય તો ચંદ્રયાન-3 ચંદ્ર કરતાં આગળ જશે. પરંતુ એવું થશે નહીં. વાસ્તવમાં ચંદ્રયાન-3 હાલમાં 288 x 369328 કિલોમીટરની ટ્રાન્સ લુનર ટ્રેજેક્ટરીમાં મુસાફરી કરી રહ્યું છે. જો તે ચંદ્રની ભ્રમણકક્ષાને પકડશે નહીં તો 230 કલાક પછી તે પૃથ્વીની પાંચમી ભ્રમણકક્ષાવાળા ઓર્બિટમાં પાછું ફરી જશે. ઈસરોના વૈજ્ઞાનિકો વધુ એક પ્રયાસ કરીને તેને ચંદ્ર પર પાછા મોકલી શકશે. ચંદ્રયાન જે માર્ગ પર છે તેમાં કોઈ નિષ્ફળતા નથી. ઈસરોના સૂત્રોએ કહ્યું છે કે ઈતિહાસ જુઓ...તમામ દેશો કે અવકાશ એજન્સીઓ જેમણે પોતાના રોકેટ દ્વારા અવકાશયાન સીધા ચંદ્ર તરફ મોકલ્યા છે. તેઓને વધુ નિરાશા સાંપડી છે. ત્રણમાંથી એક મિશન નિષ્ફળ ગયું. પરંતુ ઈસરોએ જે રસ્તો અને પદ્ધતિ પસંદ કરી છે, તેમાં નિષ્ફળતાની શક્યતા ઘણી ઓછી છે. અહીં ફરી મિશન પૂર્ણ કરવાની તક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Embed widget