શોધખોળ કરો
Advertisement
છત્તીસગઢ: દીકરીએ પહેલા પરીક્ષા આપી બાદમાં પિતાની અર્થીને કાંધ આપી, આ જોઈને લોકોની આંખો થઈ ભીની
પરીક્ષા આપીને ઘરે પરત ફર્યાં બાદ દીકરીએ પિતાની અર્થીને કાંધ આપી હતી. દીકરીએ પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિ પૂર્ણ કરી હતી.
મંગળવારે છત્તીસગઢના ધમતરીમાં હ્રદયદ્રાવક ઘટના સર્જાઈ હતી જે જોઈને તમારી આંખો ભીની થઈ જશે. એક દીકરીને પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી. એટલું જ નહીં તેણે એક પુત્રનો ધર્મ પણ નિભાવ્યો હતો. ધમતરીના આમદી નગર પંચાયતમાં 3 માર્ચે માહોલ ગમગીન થઈ ગયો હતો.
રોડ અકસ્માતમાં પિતાના નિધન બાદ પિતાની અંતિમ ઈચ્છા પ્રમાણે દીકરીએ બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપીને ઘરે પરત ફર્યાં બાદ દીકરીએ પિતાની અર્થીને કાંધ આપી હતી. દીકરીએ પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિ પૂર્ણ કરી હતી. આ જોઈને હાજર સૌ કોઈની આંખો ભીની થઈ હતી.
ધમતરીના આમદી નગર પંચાયત ઓફિસ સામે ગત 2 માર્ચે એક દર્દનાક રોડ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુમાર સાહૂની હાલત ગંભીર થઈ ગઈ હતી ત્યાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. મોત પહેલા પિતાની ઈચ્છા હતી કે તેની દીકરી કિરણ પોતાની બોર્ડની પરીક્ષા ન છોડે. આ અકસ્માતમાં કિરણના ભાઈ રોહિત સાહૂને પણ ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.
પિતાના મોત અને ભાઈની હાલત ગંભીર હોવાની જાણકારી મળ્યાં બાદ પણ કિરણ સાહૂએ મંગળવારે સવારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. હિન્દુ વિષયની પરીક્ષા આપ્યા બાદ કિરણ પોતાના અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થઈ હતી. કુમાર સાહૂને ત્રણ પુત્રીઓ છે, જેમાંથી મોટી દીકરી કિરણ ધોરણ-10માં અભ્યાસ કરે છે.
દામિની સાહૂ હાલ સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે ત્રીજી દીકરી અમિતા સાહૂ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્રણેય દીકરીઓએ સાથે મળીને પિતાને મુખાગ્નિ આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement