PM Modi Rally: 'દિકરી ફોટામાં તારુ એડ્રેસ લખજે, હું પત્ર લખીશ...', જ્યારે રેલીમાં બોલ્યા PM મોદી
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન, ગુરુવારે (2 નવેમ્બર) પીએમ નરેન્દ્ર મોદી છત્તીસગઢના કાંકેર પહોંચ્યા હતા.
Chhattisgarh Assembly Election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન, ગુરુવારે (2 નવેમ્બર) પીએમ નરેન્દ્ર મોદી છત્તીસગઢના કાંકેર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ રેલીને સંબોધિત કરી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન પીએમ મોદીનું ધ્યાન ભીડમાં ઉભેલી એક છોકરી તરફ ગયું, જે તસવીર લઈને ઉભી હતી.
ત્યારબાદ પીએમ મોદીએ મંચ પરથી કહ્યું, "દીકરી, મેં તારી તસવીર જોઈ. તેં આટલું સારું કામ કર્યું છે, હું તને આશીર્વાદ આપું છું, પરંતુ દીકરી તું લાંબો સમયથી ઊભી છો, તું થાકી જઈશ. બેસી જા."
હું તને ચોક્કસ પત્ર લખીશ - પીએમ મોદી
આ પછી પીએમ મોદીએ ત્યાં હાજર પોલીસકર્મીઓ તરફ ઈશારો કરતા કહ્યું, "તે દીકરી એક તસવીર આપવા માંગે છે, તે લઈ લો અને ચોક્કસ મને મોકલાવો. આભાર દિકરી, આભાર. આ તસવીરમાં તારુ એડ્રેસ લખી નાખજે, હું તને પત્ર લખીશ."
VIDEO | Akansha Thakur, a schoolgirl, gifted PM Modi a sketch of him, during an election rally in Chhattisgarh's Kanker earlier today.
— Press Trust of India (@PTI_News) November 2, 2023
PM Modi asked the girl to mention her address on the back of the sketch, and promised that he will send her a letter.… pic.twitter.com/WhtOILWgFj
આ પછી ત્યાં હાજર વિશાળ જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતા તમે જોઈ છે. આ પાંચ વર્ષમાં કોંગ્રેસના નેતાઓના ઘર, હવેલીઓ અને વાહનોનો જ વિકાસ થયો છે."
છત્તીસગઢમાં ભાજપની આંધી છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, "જ્યારે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી, ત્યારે તેમણે હંમેશા છત્તીસગઢ રાજ્યની અવગણના કરી હતી, પરંતુ અમે છત્તીસગઢ રાજ્યના વિકાસ માટે તમામ પગલાં લીધા છે. ભાજપ હંમેશા છત્તીસગઢના ભલા માટે કામ કરી રહી છે. ભાજપનો સંકલ્પ છે. દરેક ગરીબ, આદિવાસી અને પછાત વર્ગની સુરક્ષા માટે છત્તીસગઢમાં ભાજપના સમર્થનમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, તેની ઝલક કાંકેરમાં પણ જોવા મળે છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, "કોંગ્રેસે તમને બિમાર અને જર્જરિત શાળાઓ અને હોસ્પિટલો આપી છે. કોંગ્રેસે સરકારી ઓફિસોમાં લાંચનો નવો રેકોર્ડ બનાવ્યો છે. હું તમને આજે આ વચન આપું છું, આ મોદીની ગેરંટી છે. ભાજપની સરકાર બન્યા પછી. છત્તીસગઢમાં પીએમ આવાસ યોજનાના કામને વધુ વેગ આપવામાં આવશે.