શોધખોળ કરો
Advertisement
કોરોનાના નવા સ્ટ્રેનથી છત્તીસગઢ સરકાર સતર્ક, રાજ્યમાં બ્રિટનથી આવતા મુસાફરો માટે જાહેર કર્યો આ આદેશ
કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ખતરાના કારણે છત્તીસગઢ સરકારે અંતરરાષ્ટ્રીય ઉડાણના માધ્યમથી બ્રિટનથી છત્તીસગઢ આવનારા મુસાફરો માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
રાયપુર: કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ખતરાના કારણે છત્તીસગઢ સરકારે અંતરરાષ્ટ્રીય ઉડાણના માધ્યમથી બ્રિટનથી છત્તીસગઢ આવનારા મુસાફરો માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
છત્તીસગઢ સરકારના સામાન્ય પ્રશાસન વિભાગે જે આદેશ જાહેર કર્યા છે, તેમાં લખવામાં આવ્યું છે કે યૂનાઈટેડ કિંગડમથી ભારત આવનારા મુસાફરોના એરપોર્ટ અથવા અન્ય રસ્તા પરથી છત્તીસગઢમાં આવવા પર દેશના એરપોર્ટ પર કરવામાં આવેલા આટી-પીસીઆઈ ટેસ્ટ રીપોર્ટની તપાસ કરવામાં આવશે.
આ સાથે જ જો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ હશે ચો એસઓપી મુજબ સંસ્થાગત ક્વોરન્ટાઈન, કોવિડ કેયર સેન્ટર અથવા હોસ્પિટળમાં રાખવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવવા પર ભારત સરકાર દ્વારા જાહેર એસઓપી મુજબ પોતાના 14 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જે દરેક નિયમોના પાલન અને ફોલોઅપ માટે આવશ્યક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા વાયરસ કોવિડ-20 ને લઈ દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં આ સંક્રમણ ન આવે તે માટે સરકાર પગલાં ભરી રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion