Naxal Attack: છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, 11 જવાન શહીદ, CM બધેલ બોલ્યા- કોઇને છોડવામાં નહીં આવે
અધિકારીઓએ બતાવ્યુ કે, આજે દંતેવાડાના અરનપુર પોલીસ સ્ટેશન હેઠળ માઓવાદી કેડરની હોવાની બાતમીના આધારે, નક્સલ વિરોધી ઓપરેશન માટે દંતેવાડાથી ડીઆરજી ફોર્સ રવાના કરવામાં આવી હતી.
Chhattisgarh Naxal IED Attack: છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના અરનપુર નજીક આજે બુધવારે ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનોને લઈ જતા વાહન પર આઈઈડી હુમલો થયો છે. નક્સલવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હતો. આ હુમલામાં 11 જવાન શહીદ થઇ ગયા છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે આ ખુબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. લડાઈ તેના અંતિમ તબક્કામાં હોવાથી નક્સલવાદીઓને છોડવામાં નહીં આવે.
અધિકારીઓએ બતાવ્યુ કે, આજે દંતેવાડાના અરનપુર પોલીસ સ્ટેશન હેઠળ માઓવાદી કેડરની હોવાની બાતમીના આધારે, નક્સલ વિરોધી ઓપરેશન માટે દંતેવાડાથી ડીઆરજી ફોર્સ રવાના કરવામાં આવી હતી. જોકે, પરત ફરતી વખતે અરનપુર રોડ પર માઓવાદીઓ દ્વારા IED હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ 10 DRG જવાન અને એક ડ્રાઈવર શહીદ થયા હતા.
Chhattisgarh | IED attack on a vehicle carrying DRG (District Reserve Guard) personnel near Aranpur in Dantewada district. The IED was planted by naxals. pic.twitter.com/3q2I8aSuKw
— ANI (@ANI) April 26, 2023
BREAKING | छत्तीसगढ़ में बड़ा नक्सली हमला
— ABP News (@ABPNews) April 26, 2023
- 10 DRG जवान और 1 ड्राइवर शहीदhttps://t.co/smwhXUROiK@Sheerin_sherry | @gyanendrat1 #Breaking #Chhattisgarh #NaxalAttack #Dantewada pic.twitter.com/bIpazUusWY
Union Home Minister Amit Shah speaks with Chhattisgarh CM Bhupesh Baghel over the naxal attack that claimed lives of 10 DRG (District Reserve Guard) personnel and one driver, in Dantewada.
— ANI (@ANI) April 26, 2023
(file pics) pic.twitter.com/tP55CSj5qu
छत्तीसगढ़ के दंतेवाड़ा जिले के अरनपुर के पास बुधवार को डीआरजी (जिला रिजर्व गार्ड) के जवानों को ले जा रहे एक वाहन पर आईईडी हमला हुआ है. इस हमले में 11 जवान शहीद हो गए हैं.#Breaking #Chhattisgarh #NaxalAttack #Dantewadahttps://t.co/xG007wJA90
— ABP News (@ABPNews) April 26, 2023
-
છત્તિસગઢમાં જંગલરાજ
Accused Caught on Camera Dragging a Minor Hair : છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. જ્યારે એક માથા ફરેકા યુવકે રાત્રે સગીર વયની બાળકીને તેના વાળ પકડીને અને બીજા હાથમાં તિક્ષ્ણ હથિયાર વડે ખુલ્લેઆમ રસ્તા પર ખેંચી ગયો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને રાયપુર પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે ક, લોકોમાં પોલીસનો ડર આટલો ઓછો કેવી રીતે થઈ ગયો કે ગુનેગારોનું મનોબળ આટલું વધી ગયું?
રાયપુરમાં માથા ફરેલાએ એક સગીર પર કર્યો હુમલો
વીડિયો રાયપુરના ગુડયારી વિસ્તારનો છે. શનિવારે રાત્રે એક યુવક સગીર યુવતીના વાળ ખેંચીને રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. યુવતીના કપડા પર લોહીના ડાઘ દેખાતા હતા અને પાગલના હાથમાં ધારદાર હથિયાર હતું. શહેરના લોકો આ માથા ફરેલા વ્યક્તિનું આ કૃત્ય મૌન બનીને જોતા રહ્યા હતા, પરંતુ કોઈ માથા ફરેલા વ્યક્તિના ચંગુલમાંથી યુવતીને છોડાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. લોકો ડરતા હતા કે પાગલ છોકરી અથવા તેને બચાવનારા પર જ હુમલો કરી શકે છે.