શોધખોળ કરો
Advertisement
ભારતીય સરહદમાં ચીની સૈન્યની ઘૂસણખોરી, ઉત્તરાખંડના CM રાવતે કરી પુષ્ટી
નવી દિલ્લીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચીનની ઘુસણખોરીના સમાચારો સામે આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે આ અહેવાલને સમર્થન આપ્યું છે. રાવતે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની સરહદ પર ચીનની સક્રિયતા ઘણી વધી ગઇ છે. મુખ્યમંત્રી રાવતે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કેંદ્ર સરકારને આ સંબંધમાં જાણકારી આપી દીધી છે. તેમજ ભારતીય સેનાને પણ આ મામલે જાણકારી આપી દેવામાં આવી છે. જાણવા માળ્યુ છે કે, ચીની સેના અને ભારતીય સેના એક કલાક સુધી આમન-સામને ઉભા રહ્યા હતા. આ ઘટના 19 જુલાઇએ બની હોવાનું જણાવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ જિલ્લાના બરાહોટી એરિયામાં આ ઘૂસણખોરી થઇ હતી.
ઉલ્લખનીય છે કે, ઉત્તર પૂર્વ ભારતમાં આવેલી સરહદમાં ચીન તરફથી ઘૂસણખોરીની ખબર આવી રહી છે. આ સિવાય ભારત સાથે સરહદ પર ચીનની સેનાએ ભારતીય સેનાની મુવમેંટ અને પોજીશનની જાણકારી મેળવવા માટે સ્થાનિય ગ્રામ વાસીઓને ફોન પણ કર્યો હતો. આ કોલ્સમાં તેમણે પોતાને ભારતીય સેનાના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. ટીવી ચેનલને મળેલી માહિતી મુજબ આ હરકત ચીન અને આઇએસઆઇ બંને સક્રિય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement