શોધખોળ કરો
Advertisement
અરુણાચલપ્રદેશમાં ચીની સૈનિકોએ લગાવ્યા ટેન્ટ, લદાખમાં ઘૂસ્યા હેલિકોપ્ટર
નવી દિલ્હીઃ ડોકલામ વિવાદ બાદ ચીને એકવાર ફરી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી છે. એક તરફ જમ્મુ કાશ્મીરના લદાખમાં ચીનના હેલિકોપ્ટરે ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ અરુણાચલપ્રદેશમાં ચીની સૈનિકો દેશની સરહદમાં જોવા મળ્યા હતા.
ભારત-તિબ્બત સરહદ પોલીસના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ચીનના બે હેલિકોપ્ટર ભારતીય સરહદમાં જોવા મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ બંન્ને હેલિકોપ્ટર ગયા 27 ઓગસ્ટના રોજ સવારે લગભગ 9 વાગ્યે લદાખના બુર્તસે અને ટ્રેક જંક્શન પોસ્ટની આસપાસ જોવા મળ્યા હતા. આઇટીબીપીના રિપોર્ટ અનુસાર, બંન્ને ચીની હેલિકોપ્ટર MI-17 જેવા લાગી રહ્યા હતા. આ હેલિકોપ્ટર લગભગ પાંચ મિનિટ સુધી ભારતીય હવાઇ સીમામાં રહ્યા હતા.
લદાખના બુર્તસે અને ટ્રેક જંક્શન પોસ્ટ ટ્રિગ હાઇટ અને ડેપસાંગ વિસ્તારમાં પડે છે. સૂત્રોએ કહ્યું કે, લદાખના ટ્રિગ હાઇટ અને ડેપસાંગનો આ વિસ્તાર ભારત માટે રણનીતિક તરીકે મહત્વ રાખે છે. ચીન જ્યાં કબજો કરવાનો પ્રયાસ કરતું રહે છે અને વારંવાર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે.
લદાખમાં હવાઇ સરહદ પાર કરનારા ચીની સૈનિકોએ જમીની સરહદ પણ પાર કરી લીધી છે. અરુણાચલપ્રદેશની દિવાંગ ઘાટીમાં ગ્રામીણોએ ચીની સુરક્ષાદળો ઘૂસ્યા હોવાની જાણકારી આપી હતી. આ ઘટના થોડા દિવસ અગાઉની જ છે. આ મામલે સૈન્ય તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ ઉલ્લંઘન જેવું નથી કારણ કે એલએસીને લઇને વિવાદને કારણે પેટ્રોલિંગ તેના આધાર પર કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement