(Source: ECI/ABP News/ABP Majha)
CJI UU Lalit: જસ્ટિસ ઉયદ ઉમેશ લલિત ભારતના 49માં ચીફ જસ્ટીસ નિયુક્ત, ટૂંકો છે કાર્યકાળ
CJI UU Lalit: જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ભારતના 49મા CJI તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
CJI UU Lalit: જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ભારતના 49મા CJI તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ તેમના અનુગામી તરીકે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી હતી. શપથ લીધા બાદ જસ્ટિસ લલિત ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ બનશે. એન. વી. રમન્ના 26 ઓગસ્ટે તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે.
નક્કી થયેલી પરંપરા મુજબ, તત્કાલિન CJIએ તેમના અનુગામી તરીકે સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કરવાની હોય છે. જસ્ટિસ રમન્ના પછી જસ્ટિસ ઉદય ઉમેશ લલિત વરિષ્ઠતાના ક્રમમાં બીજા ક્રમે આવે છે. જેથી તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.
વકીલથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બન્યાઃ
પોતાના નમ્ર સ્વભાવ માટે જાણીતા લલિત બીજા એવા ચીફ જસ્ટિસ હશે જે સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલા હાઈકોર્ટમાં જજ ન હતા. તેઓ વકીલથી સીધા આ પદ સુધી પહોંચ્યા હતા. તેમના પહેલા 1971માં દેશના 13મા મુખ્ય ન્યાયાધીશ એસએમ સિકરીએ આ સિદ્ધિ મેળવી હતી.
અયોધ્યા કેસથી પોતાને અલગ કર્યા હતાઃ
10 જાન્યુઆરી 2019 ના રોજ, જસ્ટિસ યુયુ લલિતે અયોધ્યા કેસની સુનાવણી કરતી 5 જજની બેન્ચમાંથી પોતાને અલગ કરી લીધા હતા. તેમણે દલીલ કરી હતી કે લગભગ 20 વર્ષ પહેલાં તે અયોધ્યા વિવાદ સંબંધિત ફોજદારી કેસમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના વકીલ હતા.
કાર્યકાળ કેટલા દિવસનો રહેશે?
જો જસ્ટિસ યુયુ લલિતને આગામી સીજેઆઈ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, તો તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી ઓછો રહેશે અને તેઓ 8 નવેમ્બરે નિવૃત્ત થશે. હાલમાં જસ્ટિસ નાથલપતિ વેંકટ રમન્ના ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ છે. તેમની ભલામણ પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એસએ બોબડેએ કરી હતી.
આ પણ વાંચોઃ
World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી
Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત
Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક
Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ