શોધખોળ કરો
100 રૂપિયા અંગે વિવાદ વણસતા રામપુરમાં ચાંપી આગ, RSS નેતાની ધરપકડ

નવી દિલ્લી: ઉત્તરપ્રદેશની ચૂંટણીના દિવસો નજીક આવતા ફરી એક વાર ત્યાં સાંપ્રદાયિક સૌહાર્દ ખરડાવવાના સમાચારો આવવા લાગ્યા છે. તાજેતરમાં મથુરામાં ભયાનક હિંસા બાદ હવે ઉત્તરપ્રદેશના રામપુરમાં સાંપ્રદાયિક તણાવના અહેવાલ છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં પોલીસે હુમલાના આરોપમાં આરએસએસના નગર કાર્યવાહક સુંદર લાલ સિંઘાનિયાની ધરપકડ કરી છે. આરએસએસ નેતા પર પોતાના સાથીઓ સાથે મળીને એક શખ્સના ઘર પર હુમલા અને આગ લગાડવાના આરોપ છે. શહેરના થાના ગંજ વિસ્તારમાં બાળકો વચ્ચે 100 રૂપિયા અંગેનો ઝઘડો મોટેરાઓ સુધી પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરએસએસ નેતાએ અનવર સલમાનીના ઘર બહાર રાખેલી મોટર સાયકલને આગ ચાંપી હતી.
પીડિત પરિવાર પર આરોપ છે કે હુમલાખોરો બોટલમાં પેટ્રોલ ભરીને આવ્યા હતા. અને તેમણે ઘરની અંદર ઘૂસીને મહિલાઓ અને બાળકો સાથે મારપીટ કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ બાદ 20 લોકો વિરૂદ્ધ આગચંપી અને મારપીટનો આરોપ હેઠળ કેસ બનાવ્યો છે. જ્યારે આરએસએસનું કહેવું છે કે પોલીસ તેમના નેતાને ખોટા આરોપો હેઠળ ફસાવી રહી છે.
પીડિત પરિવાર પર આરોપ છે કે હુમલાખોરો બોટલમાં પેટ્રોલ ભરીને આવ્યા હતા. અને તેમણે ઘરની અંદર ઘૂસીને મહિલાઓ અને બાળકો સાથે મારપીટ કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ બાદ 20 લોકો વિરૂદ્ધ આગચંપી અને મારપીટનો આરોપ હેઠળ કેસ બનાવ્યો છે. જ્યારે આરએસએસનું કહેવું છે કે પોલીસ તેમના નેતાને ખોટા આરોપો હેઠળ ફસાવી રહી છે. વધુ વાંચો





















