શોધખોળ કરો
Advertisement
કેપ્ટન અમરિંદર સિંહે ઈમરાન ખાન પર નિશાન સાધ્યું, કહ્યું- આ વાતો કરવાનો સમય નથી
નવી દિલ્હી: પુલવામા હુમલા પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિવેદન પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નિશાન સાધ્યું છે. અમરિંદર સિંહે કહ્યું, પાકમાં જ જૈશ ચીફ મસૂદ અઝહર હાજર છે. આ પહેલા ઈમરાન ખાને હુમલામાં પોતાના દેશને સામેલ હોવાનો ઈનકાર કર્યો હતો. ઈમરાન ખાને કહ્યું, ભારત યુદ્ધ કરશે તો પાકિસ્તાન જવાબ આપશે.
કેપ્ટન અમરિંદર સિંહે ઈમરાનના મેસેજ બાદ ટ્વીટ કર્યુ હતું કે ડિયર ઈમરાન ખાન, તમારી પાસે જૈશનો ચીફ મસૂદ અઝહર છે જે બહાવલપુરમાં બેઠો છે અને તેણે આ હુમલાને આઈએસઆઈની મદદથી અંજામ આપ્યો છે. જો તમે તેને ત્યાંથી ન પકડી શકતા હોવ તો અમને કહો અમે આ કામ તમારા માટે કરીશુ. જો કે તમને યાદ કરાવી દઈએ કે મુંબઈમાં 26/11 આતંકી હુમલા બાદ તમને ઘણા પુરાવા આપવામાં આવ્યા હતા. હવે કંઈક કરવાનો સમય છે.' વાંચો: પુલવામાં હુમલા બાદ પાક. PM ઇમરાન ખાનની ભારતને ખુલ્લી ધમકી, જાણો શું કહ્યું.... જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હુમલા બાદ કેપ્ટન અમરિંદરની આગેવાનીમાં પંજાબ વિધાનસભામાં પાકિસ્તાનની નિંદાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.Dear @ImranKhanPTI you have Jaish chief Masood Azhar sitting in Bahawalpur & masterminding the attacks with ISI help. Go pick him up from there. If you can’t let us know, we’ll do it for you. BTW what has been done about the proofs of Mumbai’s 26/11 attack. Time to walk the talk. pic.twitter.com/Zct6I7QieY
— Capt.Amarinder Singh (@capt_amarinder) February 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement