(Source: ECI/ABP News/ABP Majha)
Punjab : સીએમ ભગવંત માને કરી મોટી જાહેરાત, પંજાબમાં AAP સરકાર ઘરે ઘરે પહોંચાડશે રેશન
Punjab Ration: આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ સરકારના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે.
Punjab : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રેશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગે મોટો નિર્ણય લીધો છે. સીએમ ભગવંત માને કહ્યું કે હવે પંજાબમાં રેશનની ડોર સ્ટેપ ડિલિવરી શરૂ કરવામાં આવશે, જેથી AAP સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડશે અને આ કામ વિભાગના અધિકારીઓ કરશે. આ સાથે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ સરકારના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે.
પંજાબના લોકો માટે રાશનની ડોર સ્ટેપ ડિલિવરી પર, AAPના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં ડોર-ટુ-ડોર રાશન યોજના શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે તેને દિલ્હીમાં લાગૂ કરતા અટકાવી દીધું, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, હવે તેની શરૂઆત પંજાબથી થશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે ગરીબ જનતાને રેશન મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. હવે સરકાર ઘરે-ઘરે રેશન, પંજાબના ગરીબોને ફાયદો થશે. ફોન પર પિઝા ઘરે આવે છે પરંતુ 75 વર્ષ પછી પણ લોકોને રેશન માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.
"YOU CANNOT STOP AN IDEA WHOSE TIME HAS COME."
— AAP (@AamAadmiParty) March 28, 2022
- CM @ArvindKejriwal after AAP Punjab Govt announces Doorstep delivery of Ration Scheme.
Earlier, Modi Govt had blocked the same scheme in Delhi pic.twitter.com/TdA8uVeUwV
સીએમ ભગવંત માને ઘરે ઘરે રેશન પહોંચાડવાની જાહેરાત કરી છે. પંજાબ સરકાર રેશનને સારા પેકિંગમાં પેક કરશે અને દર મહિને લોકોના ઘરે પહોંચાડશે.હવે પંજાબના લોકોને રાશન માટે દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા નહીં રહેવું પડશે.
સીએમ ભગવંત માને પંજાબમાં રેશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગેનો વીડિયો શેર કરીને ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં સીએમ ભગવંત માને લખ્યું - આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા લોકો લાઈનમાં ઉભા છે. આજે આપણે આ વ્યવસ્થા બદલવા જઈ રહ્યા છીએ હવે આપણી વૃદ્ધ માતાઓને રેશન માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે. કોઈએ તેમની દૈનિક મજૂરી છોડવી પડશે નહીં. આજે મેં નિર્ણય કર્યો છે કે AAP સરકાર તમારા ઘરે રે શન પહોંચાડશે.