શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર બાદ પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન લંબાવાયું, 10 જૂન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ
પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 126 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5નાં મોત થયા છે.
કોલકત્તા: દેશભરમા કોરોના વાયરસો કહેર યથાવત છે. સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને જોતા મહારાષ્ટ્ર બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદી સાથેની બેઠક બાદ આ વાતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી યથાવત રહેશે અને તમામ શૈક્ષણિક સંસ્થા 10 જૂન સુધી બંધ રહેશે. આ સિવાય સીએમ મમતાએ લોકોને ધાર્મિક પરંપરાઓ ઘરોમાં જ કરવાની અપીલ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં અત્યાર સુધી 126 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5નાં મોત થયા છે.
મમતા બેનર્જીએ કહ્યું, “વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેના વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાની વાત કરી હતી. અમે કેન્દ્ર સરકારની આ વાત સાથે સહમત છે. સાથે પીએમ મોદીએ એ પણ કહ્યું કે અમે આગામી બે સપ્તાહ મુશ્કેલ અને પડકારજનક રહેવાના છે. અમે તમામને અપીલ કરીએ છે કે વધુ સતર્કતા રાખે અને ઘરમાં જ રહે.”
આ પહેલા મહારાષ્ટ્ર, ઓડિશા અને પંજાબમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન લંબાવનાર ઓડિશા પ્રથમ રાજ્ય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement