શોધખોળ કરો
Advertisement
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેરાત- આરેમાં રોકવામાં આવ્યું મેટ્રો શેડનું કામ
ઠાકરેએ કહ્યું કે હું એવો મુખ્યમંત્રી છું જેને કોઇ આશા નહોતી. મારા પરિવારમાં કોઇએ સીધી રીતે સરકાર ચલાવી નથી. હું મારા આખા જીવનમાં ફક્ત બે-ત્રણ વખત મંત્રાલય ગયો છું.
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિવિધ મંત્રાલયોના સચિવ સાથે બેઠક કરી હતી. અધિકારીઓ સાથે બેઠકમાં તેમણે કહ્યું કે, લોકોના પૈસા બરબાદ ના થાય તેને લઇને સતર્ક કરો. અધિકારીઓ સાથે બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, મને તમારી સાથે વાત કરતા ખુશી થઇ રહી છે. જ્યારે શિવસેનાના વડા બાબા સાહેબ ઠાકરે હતા ત્યારથી આપણા સંબંધો રહ્યા છે. હું એવો મુખ્યમંત્રી છું જેને કોઇ આશા નહોતી. મારા પરિવારમાં કોઇએ સીધી રીતે સરકાર ચલાવી નથી. હું મારા આખા જીવનમાં ફક્ત બે-ત્રણ વખત મંત્રાલય ગયો છું.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આટલા વર્ષોમાં મહારાષ્ટ્રની સ્થિતિ એવીને એવી જ છે. મારા દાદાજી કહેતા હતા કે જ્યારે કોઇ પત્રકાર કોઇની ટીકા કરે તો તેણે આ સંબંધિતમાં વિચારવું જોઇએ. તેમણે કહ્યું કે, મુંબઇના આરેમાં મેટ્રો શેડનું કામ રોકી દેવામાં આવ્યું છે. જોકે મેટ્રો લાઇનનું કામ ચાલું રહેશે. મે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટનું કામ રોકવાનો આદેશ આપ્યો છે. મેટ્રોનું કામ બંધ નહી થાય પરંતુ આરેમાં એક વૃક્ષ પણ હવે નહી કપાય.Maharashtra Chief Minister Uddhav Thackeray: I have ordered to stop the work of Aarey metro car shed project today. Metro work will not stop but till next decision, not a single leaf of Aarey will be cut. https://t.co/61GWwKORSN
— ANI (@ANI) November 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion