ચંડીગઢ અને દાદરા અને નગર હવેલીમાં 14 ઓગસ્ટ, 2026 થી રાશન સબસિડી ડિજિટલ રૂપી દ્વારા લાભાર્થીઓના વોલેટમાં મોકલવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખાદ્ય સબસિડીની ચોરી અને દુરુપયોગ અટકાવવાનો છે.
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
Ration Subsidy: કેન્દ્ર સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય Pradhan Mantri Garib Kalyan Anna Yojana (PMGKAY) હેઠળ આપવામાં આવતી ખાદ્ય સબસિડીની ચોરી અને દુરુપયોગ અટકાવવાનો છે.

- ચંડીગઢ-દાદરામાં રાશન સબસિડી ડિજિટલ રૂપીથી 2026થી મળશે.
- વોલેટમાં મળેલા પૈસા માત્ર અનાજ ખરીદવા ઉપયોગી થશે.
- પહેલાં બેન્ક ખાતામાં નાણાં અન્ય ખર્ચામાં વપરાતા હતા.
- વોલેટના પૈસા 30 દિવસમાં વાપરવા, પછી પરત.
Ration Subsidy News: ચંડીગઢ અને દાદરા અને નગર હવેલી બે એવા કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા છે જ્યાં સરકાર 14 ઓગસ્ટ, 2026થી સરકાર રાશનની સબસિડી ડિજિટલ રૂપી મારફતે સીધા લાભાર્થીઓના વોલેટમાં મોકલવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય Pradhan Mantri Garib Kalyan Anna Yojana (PMGKAY) હેઠળ આપવામાં આવતી ખાદ્ય સબસિડીની ચોરી અને દુરુપયોગ અટકાવવાનો છે.
યોજનાની ખાસ વિશેષતા શું છે?
યોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે પર્પઝ બાઉન્ડ અથવા ઉદ્દેશ્ય નિર્ધારિત છે. આનો અર્થ એ છે કે વોલેટમાં સરકાર દ્વારા મોકલવામાં આવતી ડિઝિટલ કરન્સીનો ઉપયોગ ફક્ત ઘઉં અને ચોખા જેવા અનાજ ખરીદવા માટે થઈ શકે છે. લાભાર્થીઓ રાશન સિવાય બીજું કંઈ ખરીદી શકશે નહીં. અત્યાર સુધી PMGKAY હેઠળ રાશન સબસિડી લોકોના બેન્ક ખાતામાં મોકલવામાં આવતી હતી. જો કે, લોકો ઘણીવાર તેમના બેન્ક ખાતામાં મોકલવામાં આવેલા પૈસાનો ઉપયોગ અન્ય ખરીદીઓ માટે કરતા હતા અથવા તેને વ્યક્તિગત ખર્ચમાં ખર્ચ કરતા હતા.
હવે ડિજિટલ રૂપી મોકલીને તમે તેને ફક્ત સરકારી રાશનની દુકાનો પર જ ખર્ચ કરી શકશો. તમે તમારા વોલેટ ફંડનો ઉપયોગ મોબાઇલ રિચાર્જ, દારૂ અથવા કપડાંની ખરીદી માટે કરી શકશો નહીં. તમારા વોલેટમાં ટ્રાન્સફર કરાયેલા પૈસા ફક્ત રાશન શોપ પર ઇન્સ્ટોલ કરેલા QR કોડનો ઉપયોગ કરીને સ્કેન અને ટ્રાન્સફર કરી શકાય છે. નોંધનીય છે કે પુડુચેરી અને ગુજરાતમાં તેની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં સફળ ટ્રાયલ બાદ હવે બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ મોડલ લાગુ કરવામાં આવી રહ્યું છે.
આ વોલેટ કેવી રીતે કાર્ય કરશે?
આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ પહેલા તેમના સ્માર્ટફોન પર PNB Digital Rupee એપ્લિકેશન ડાઉનલોડ અને એક્ટિવેટ કરવી પડશે. ત્યારબાદ તેમને તેમના નજીકના રાશન ઓફિસ અથવા સમર્પિત કેમ્પમાંથી એકની મુલાકાત લઈને તેમનો આધાર-લિંક્ડ મોબાઇલ નંબર સબમિટ કરવાની અને તેમનો KYC અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાની જરૂર પડશે. કોઈપણ સહાય અથવા માહિતી માટે તમે વિભાગના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1800-180-2068 પર સંપર્ક કરી શકો છો.
30-દિવસની સમય મર્યાદા
તમારે તમારા વોલેટમાં જમા કરાયેલા રાશનના પૈસા એક મહિનાની અંદર ખર્ચ કરવા પડશે. આનો અર્થ એ છે કે રકમ ફક્ત એક મહિના માટે માન્ય રહેશે. જો લાભાર્થી આ મહિનાની અંદર રાશન ખરીદશે નહીં, તો પૈસા આપમેળે સરકારને પરત કરવામાં આવશે. દરેક ડિજિટલ ટ્રાન્જેક્શનનો રિયલ ટાઈમ ડિજિટલ રેકોર્ડ રહે છે જેનાથી સરકારને આ ટ્રેક કરવામાં સરળ રહે છે જેથી કોઈ વ્યક્તિએ રાશન લીધું છે અને સબસિડીનો યોગ્ય ઉપયોગ કર્યો છે.
Frequently Asked Questions
આ નવી ડિજિટલ રાશન સબસિડી યોજના ક્યાં અને ક્યારથી શરૂ થશે?
ડિજિટલ રૂપીની ખાસ વિશેષતા શું છે?
આ ડિજિટલ રૂપી 'પર્પઝ બાઉન્ડ' છે, એટલે કે તેનો ઉપયોગ ફક્ત ઘઉં અને ચોખા જેવા અનાજ ખરીદવા માટે થઈ શકે છે. લાભાર્થીઓ આ પૈસાનો ઉપયોગ મોબાઇલ રિચાર્જ કે અન્ય ખરીદી માટે કરી શકશે નહીં.
લાભાર્થીઓએ આ વોલેટનો ઉપયોગ કરવા માટે શું કરવું પડશે?
લાભાર્થીઓએ PNB Digital Rupee એપ્લિકેશન ડાઉનલોડ અને એક્ટિવેટ કરવી પડશે. ત્યારબાદ નજીકના રાશન ઓફિસમાં આધાર-લિંક્ડ મોબાઇલ નંબર સબમિટ કરીને KYC અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરવું પડશે.
વોલેટમાં જમા થયેલ રાશનના પૈસા કેટલા સમય માટે માન્ય રહેશે?
વોલેટમાં જમા થયેલ રાશનના પૈસા એક મહિનાની અંદર વાપરવાના રહેશે. જો લાભાર્થી આ સમયગાળામાં રાશન ખરીદશે નહીં, તો પૈસા આપમેળે સરકારને પરત કરવામાં આવશે.





















