શોધખોળ કરો
Advertisement
સીએમ ઉદ્વવ ઠાકરેનો બીજેપી પર હુમલો, કહ્યું- મેં ચાંદ તારા ન હતા માંગ્યા, જે નક્કી થયુ'તુ તે જ માંગ્યુ
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ બીજેપી અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઇને ઘર્ષણ થયુ હતુ, અંતે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સાથે રાજ્યમાં સરકાર બનાવી લીધી હતી. હાલ ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ છે
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર નિશાન સાધ્યુ છે. સામનાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઠાકરેએ કહ્યું કે, જો બીજેપી પોતાના વાયદો નિભાવતી તો સીએમની ખુરશી પર હું ના હોત પણ કોઇ બીજો શિવસૈનિક હોત. સીએમ ઠાકરેએ કહ્યું કે, તેમને વચન નિભાવ્યુ હોય તો આ થયુ હોત. મેં ક્યાં કઇ મોટુ માંગ્યુ હતુ? આકાશના ચાંદ-તારા માંગ્યા હતા શું? લોકસભા ચૂંટણી પહેલા અમારી વચ્ચે જે નક્કી થયુ હતુ તે જ મેં માગ્યુ હતુ.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બાલા સાહેબને આપેલા વચનને નિભાવવા માટે કોઇપણ સ્તર સુધી જવાની તૈયારી હતી. તેમને કહ્યું કે, મુખ્યમંત્રી પદને સ્વીકારવુ ના તે મારા માટે ઝટકો હતો અને ના તે મારુ સપનુ હતુ. ઇમાનદારીથી કબુલુ છુ કે હું શિવસેના પ્રમુખનુ એક સ્વપ્ન-પછી તેમા ‘સામના’નુ યોગદાન હશે, શિવસેનાનુ સફર હશે અને મને મારા સુધી સિમિત કહો તો હું મતબલ સ્વયં ઉદ્ધવ દ્વારા તેમના પિતા મતલબ બાલાસાહેબને આપેલુ વચન. આ વચનપૂર્તિ માટે કોઇપણ સ્તર સુધી જવાની મારી તૈયારી હતી.
ઉદ્વવ ઠાકરેએ વધુમાં કહ્યું કે મારુ મુખ્યમંત્રી પદ વચનપૂર્તિ નહીં પણ વચનપૂર્તિની દિશામાં ઉઠાવવામાં આવેલુ એક પગલુ છે. અને તેને કરવા માટે હુ બધી રીતે તૈયાર હતો. મારા પિતાને આપેલા વચનને હુ પુરુ કરીશ.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ બીજેપી અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઇને ઘર્ષણ થયુ હતુ, અંતે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સાથે રાજ્યમાં સરકાર બનાવી લીધી હતી. હાલ ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement