શોધખોળ કરો
Advertisement
ઉદ્ધવ ઠાકરેની આવતીકાલે અસલી પરીક્ષા, મહારાષ્ટ્ર વિધાનસભામાં થશે ફ્લોર ટેસ્ટ
સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિધાનસભાને સંબોધિત કરશે.
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે. ફ્લોર ટેસ્ટ શનિવારે બે વાગ્યે થશે. જ્યારે રવિવારે સ્પીકરની ચૂંટણી થશે અને સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિધાનસભાને સંબોધિત કરશે. ઠાકરે સરકારે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાંબા રાજકીય કવાયત બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાએ કોગ્રેસ અને એનસીપી સાથે મળીને નવી સરકાર બનાવી છે. ઠાકરેએ પ્રથમ પરીક્ષા તો પાસ કરી લીધી છે પરંતુ હવે અસલી પરીક્ષા શનિવારે થશે. તેમને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને બહુમત સાબિત કરવા પડશે. એક ડિસેમ્બરના રોજ સ્પીકરની પસંદગી કરવામાં આવશે અને બે ડિસેમ્બરના રોજ રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે.A special session of the Maharashtra assembly called for tomorrow. https://t.co/K7lpNWmUzv
— ANI (@ANI) November 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion